અમરેલી

અમરેલી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર સંદિપકુમારના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦.૨૦૨૫ના ૫ત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યકમ-૨૦૨૬ જાહેર કરવામાં આવેલ છે. જે તા.૨૮.૧૦.૨૦૨૫ થી શરૂ થઈ તા.૧૭.૦૨.૨૦૨૬ સુઘી ચાલુ રહેનાર છે.

અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા તથા માર્ગદર્શન માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રોલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કુમાર દ્વારા અમરેલી જિલ્લાની મુલાકાત લેવામાં આવી. જે અન્વયે જિલ્લાના લાઠી – બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળીયા,  માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, અમરેલી તથા સંબંધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી તથા સંબંધિતોના પ્રતિભાવ મેળવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૫ વિઘાનસભા મતદાર વિભાગ (૯૪-ઘારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા તથા ૯૮-રાજુલા)ના કુલ ૧૨,૭૧,૩૭૫ મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવેલ છે. જે પૈકી ૧૧,૩૨,૮૧૬ ફોર્મ ઓનલાઇન ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. જે પૈકી ૪,૮૨,૫૦૩ મતદારો સ્વયં તરીકે અને ૫,૭૯,૧૧૩ મતદારો વંશજ તરીકે ૨૦૦૨ની મતદારયાદી સાથે મે૫ થયા છે. જિલ્લામાં કુલ ૭૧૬૦૦ થી વધુ  મતદારો હાલ સ્વયં અથવા વંશજ તરીકે મેપ થયા નથી.

જિલ્લામાં કુલ ૧,૩૮,૫૫૯ મતદારો A/S/D(ગેરહાજર/ સ્થળાંતર/મરણ) હોવાનું જાણવા મળ્યું છે.

આ A/S/D(ગેરહાજર/ સ્થળાંતર/મરણ) મતદારોની યાદી અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની વેબસાઇટ https://amreli.nic.sir_data/ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શુક્રવારે મતદારયાદીની મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

આ યાદીમાં પોતાનું નામ હોવાની ખાતરી દરેક મતદારોએ પોતાના મતદાન મથકની મુલાકાત લઈ સુનિશ્ચિત કરી લેવા માટે રોલ ઓબ્ઝર્વરશ્રી સંદીપકુમાર દ્વારા મતદારોને જણાવવામાં આવ્યું હતું. મતદારયાદીમાં સમાવિષ્ટ કોઈ મતદારને સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા સુનાવણી અંગેની નોટિસ મોકલવામાં આવે તો ચિંતિત થાય વિના ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા પુરાવા રજૂ કરી, મતદારયાદી સુધારણા કામગીરીમાં મતદારોને સહયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

મતદારોને સ્થાનિક કક્ષાએ જરૂરી માર્ગદર્શન આપી આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બની મદદરૂપ થવા તમામ રાજકીય પક્ષોને રોલ ઓબ્ઝર્વરશ્રી સંદીપ કુમાર તેમજ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વતી, શ્રી પ્રતાપ ભાઈ દુધાત, શ્રી જેનીબેન ઠુમ્મર, ભારતીય  જનતા પક્ષ વતી શ્રી મયુર ભાઈ મંજરીયા, બહુજન સમાજવાદી પક્ષ વતી શ્રી જીવરાજભાઈ પરમાર, સી.પી.એમ પક્ષ વતી શ્રી ભગવાનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts