સાવરકુંડલાની જનતાના સેવાલાય સત્વ અટલધારા ખાતે પ.પૂ.ઉષા મૈયાની પાવન ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે નૂતન વર્ષને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આવકારવામાં આવ્યું.
આ પાવન અવસરે શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ ધારાસભ્યના અટલધારા કાર્યાલય ખાતે સ્વચ્છતા ના શિલ્પી નું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાવરકુંડલા લીલીયા તાલુકાના 300 થી વધુ સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments