ભારતના અગ્રણી પોર્ટ અદાણી મુંદ્રા પોર્ટએ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. અદાણી મુન્દ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા ખાતર જહાંજ લાંગરવામાં આવ્યું છે. ભારતવર્ષના કોઈ પણ બંદર પર પહેલીવાર મોટું જહાંજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટનીતોતીંગ કાર્ગો ક્ષમતા હેન્ડલ કરવાની અસરકારક ક્ષમતાનીતે સિઘ્ધ થઇ છે. મોરક્કોના જાેર્ફ લાસ્ફર પોર્ટથી ભારે કન્સાઇનમેન્ટ સાથે મહાકાય સ્ફ પેટ્રિશિયા ઓલ્ડેન્ડ્રોફ જહાજ રવાના કરવામાં આવ્યું હતું. જહાજમાં ૧૦૦૨૮૨ સ્ ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડ્ઢછઁ -ખાતર) લોડ કરવામાં આવ્યું હતું. કોઈપણ ભારતીય પોર્ટ પર હેન્ડલ કરાયેલ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. ભારતના સૌથી વ્યસ્ત બંદરોમાંનું એક મુંદ્રા અદાણી પોર્ટસ ફરી એકવાર ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે.મોરક્કોના જાેર્ફ લાસ્ફરપોર્ટથીભારે ક્ધસાઇનમેન્ટસાથેમહાકાય ખટ પેટ્રિશિયા ઓલ્ડેન્ડ્રોફજહાજરવાના કરવામાં આવ્યું હતું.
જહાજમાં ૧૦૦૨૮૨ મેટ્રીન ટન ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી -ખાતર) ભરાયું છે. કોઈપણ ભારતીય પોર્ટ પર હેન્ડલ કરાયેલ અત્યાર સુધીનો તે સૌથી મોટો જથ્થો છે. અગાઉઅદાણી મુંદ્રા પોર્ટ પર ૨ જુલાઈ ૨૦૨૩ના રોજસૌથી લાંબા જહાજ એમ.વી. એમ.એસ.સી. હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું હતું. આ મહાકાય જહાજ ૪ ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે.૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજમુન્દ્રા પોર્ટ ૪ મિલિયન ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ ક્ધટેનર સફળતાપૂર્વક હેન્ડલ કરવાનો વિક્રમ સર્જયો હતો. દરિયાઈ વેપાર ક્ષેત્રે કાર્ય ક્ષમતા અને શ્રેષ્ઠતા અને ભારતના વિકાસ માટે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિત શાહે, જણાવ્યું હતું કે અદાણી પોર્ટસ મુન્દ્રા ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા અવિરત વિક્રમોની હારમાળા સર્જી રહ્યું છે.તાજેતરમાં જ અમારા ફ્લેગશિપ પોર્ટ મુન્દ્રાએ સફળ કામગીરીના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે તેમજ એક જ મહિનામાં ૧૬ ખખઝ કરતા વધુ કાર્ગો હેન્ડલ કરનાર દેશના પ્રથમ બંદર તરીકે માઈલસ્ટોન રેકોર્ડ કર્યો છે. ભવિષ્યમાં પોર્ટ તેની કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતું રહેશે.
Recent Comments