સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિર ના ૨૨ માં વાર્ષિક પાટોત્સવના પૂજારીના યજમાનપદે ચંદ્રકાંતભાઈ (ભગતભાઇ)બાબુભાઈ દાણી,તેમના સંતાનો નિલયભાઈ, મેહુલભાઈ તથા મીતાબેન સંતોનો રાજીપો પામી શકેલ અને આશિર્વાદ પામેલ . મંદિરના ઉત્સવમાં એમણે ખૂબજ ધનરાશિ દાન કરેલ તથા તમામ હરીભક્તોને પ્રસાદ લેવડાવી સૌના આશીર્વાદ મેળવેલ.ઉત્સવ નિમિત્તે તેમણે સાવરકુંડલાની તમામ ધાર્મિક સંસ્થાઓને યથાયોગ્ય ધનરાશિ દાન કરેલ તથા નૂતન કેળવણી મંડળ સંચાલિત અનૂદાનીત આશ્રમશાળાને પણ તેમણે રૂ. ૧૧૦૦૦ ની કિંમતના ફોમ લેધરના ૩૬ ગાદલા સપ્રેમ ભેટ આપેલ અને બાળકોની સુવિધામાં વધારો કરેલ.આવા પ્રશંશનીય કાર્ય બદલ નૂતન કેળવણી મંડળના સૌ ટ્રસ્ટીઓ રાજીપો વ્યક્ત કરે છે તેમજ આભારની લાગણી વ્યક્ત કરે છે.એમ મુકુંદભાઈ નાગ્રેચા ઉપપ્રમુખ નૂતન કેળવણી મંડળની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
અનુકરણીય – અનુસરણીય સા.કું.ખાતે અનુદાનિત આશ્રમશાળાને દાતાશ્રી તરફથી ૧૧૦૦૦ જેવી રકમના ૩૬ ફોમ લેઘરના ગાદલા ભેટ કરવામાં આવ્યા.

Recent Comments