fbpx
બોલિવૂડ

અનુષ્કા શર્મા પોતાની આવનારી ફિલ્મમાં મહિલા ક્રિકેટરનો રોલ કરશે

અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અને તેના પરિવારના સુંદર ફોટા અને વીડિયો પણ શેર કરતી રહે છે. સાથે જ તે પોતાની આગામી ફિલ્મ સાથે જાેડાયેલી માહિતી પણ ફેન્સને આપે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં અનુષ્કા દેખાતી નથી, પરંતુ ફોટોમાં તેના હાથમાં ક્રિકેટ બોલ દેખાઈ રહ્યા છે. બોલ પર લખેલું છે – ‘ઈટ્‌સ અ શેડ્યૂલ વ્રેપ’. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘જીઝ્રૐઈડ્ઢેંન્ઈ ર્ંદ્ગઈ ર્ડ્ઢંદ્ગઈ’. અભિનેત્રીની આગામી ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મમાં અનુષ્કા ઝુલનનું પાત્ર ભજવતી જાેવા મળશે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે- ‘એ હકીકત છે કે આ પિતૃસત્તાક દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે મહિલાઓએ વધુ સંઘર્ષ કરવો પડે છે. ઝુલન ગોસ્વામીનું જીવન એ વાતનો પુરાવો છે કે તેણે પોતાની ઓળખ માટે સખત સંઘર્ષ કર્યો છે, મને આશા છે કે હું સ્ક્રિપ્ટ સાથે ન્યાય કરી શકીશ. અનુષ્કા શર્મા ઘણા વર્ષો પછી ‘ચકદા એક્સપ્રેસ’થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. એવા પણ અહેવાલ છે કે અનુષ્કા પાસે ત્રણ મોટા પ્રોજેક્ટ છે, જેમાં બે થિયેટર રિલીઝ અને એક ર્ં્‌્‌ ફિલ્મનો સમાવેશ થાય છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર અનુષ્કાની ર્ં્‌્‌ ફિલ્મ ભારતમાં સૌથી મોંઘો ડિજિટલ પ્રોજેક્ટ હોઈ શકે છે.બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી ફિલ્મે પદડે આવવા તૈયાર. તે પોતાની આગામી ફિલ્મ માટે ખુબ મહેનત કરી રહી છે. અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ કચ્દા એક્સપ્રેસ માટે સખત મહેનત કરી રહી છે. અભિનેત્રી આ ફિલ્મ સાથે જાેડાયેલી અનેક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ત્યારે હવે અનુષ્કાએ પોતાની આ ફિલ્મને લઈ એક નવી અપડેટ આપી છે.

Follow Me:

Related Posts