અપહરણ અને દુષ્કર્મના કેસમાં મૃત્યુ સુધી આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ રજા પર છૂટી બે માસથી ફરાર થઇ ગયેલ કેદીને પકડી અમરેલીથી પાડતી અમરેલી એલ.સી.બી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ
૩૬૩, ૩૬૬, ૩૭૬ એબી, ૩૭૭ તથા પોક્સો એક્ટ ક.૪,૬,૮,૧૦ મુજબના ગુનાના કામે નામ.એડી.સેશન્સ કોર્ટ (સ્પે.પોક્સો કોર્ટ) અમરેલી દ્વારા આરોપીને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની શિક્ષા તથા ભોગ બનનારને રૂ.૧૫,૦૦,૦૦,૦૦૦/- (પંદર લાખ) વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો અને નામ.ગુજરાત હાઇકોર્ટના સ્પે.ક્રિ.એ.નં. ૪૦૨૧/૨૦૨૨, તા.૨૦/૦૪/૨૦૨૨ ના હુકમ આધારે તેની પેરોલ રજા મંજુર થતાં મજકુર કેદી તા.૦૨/૦૫/૨૦૨૨ ના રોજ દિન-૭ની પેરોલ રજા ઉપર જવા છુટો થયેલ. અને મજકુર કેદીને તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ મજકુર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા આજ તા.૧૧/૦૭/૨૦૨૨ ના રોજ ફરાર થયેલ કેદીને અમરેલી મુકામેથી પકડી પાડી, કેદની સજા ભોગવવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ કેદીનું નામ
રાજુ ઉર્ફે રાજુકડી નારણભાઇ માંગરોળીયા, ઉં.વ.૩૬, રહે.સાવરકુંડલા, રેલ્વે સ્ટેશન, મેલડીમાતાના મંદીર પાસે, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments