અફઘાનિસ્તાનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા
ફરી એકવાર અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) દ્વારા ભૂકંપ અંગેની માહિતી આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે ૭.૩૫ કલાકે ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી..
તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં ઘણી વખત તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઓક્ટોબરમાં આવેલા ભૂકંપે દેશમાં તબાહી મચાવી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા, જ્યારે હજારો લોકો ખરાબ રીતે ઘાયલ પણ થયા હતા. ભૂકંપના કારણે હજારો મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને લોકો બેઘર બન્યા હતા. તેમના માટે ખોરાક કે આશ્રય મેળવવાની કોઈ જગ્યા નહોતી. લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા હતા. આવી સ્થિતિમાં ઘણા દેશોએ અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરી હતી.
Recent Comments