બોલિવૂડ

અભિનેતા ઈમરાન હાશમી આગામી ફિલ્મમાં આર્મી ઓફિસરનો રોલ ભજવશે

બૉલીવુડ એક્ટર ઇમરાન હાશમી આજકાલ ચર્ચાઓમા છે, લવર બૉય અને સીરિયલ કિસરની ઇમેજને બદલવા માટે એક્ટરની કોશિશ રંગ લાવી રહી છે. હાલમાં જ તેને ‘ચહેરે’માં એક રોમાંચક રૉલ બાદ સલમાન અને કેટરીનાની ‘ટાઇગર ૩’ માં એક્શન અંદાજમાં વિલનની ભૂમિકા ભજવી હતી, એટલુ જ નહીં હવે ઇમરાન હાશમીને એક મોટો પ્રૉજેક્ટ હાથ લાગ્યો છે, જેમાં તે આર્મી ઓફિસરની ભૂમિકામાં દેખાશે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઇમરાન હાશમીએ ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાણી ની એક મિલિટ્રી ડ્રામા ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનુ ટાઇટલ ‘ગ્રાઉન્ડ ઝીરો’ રાખવામાં આવ્યુ છે, અને આમાં ઇમરાન હાશમી એક આર્મી ઓફિસરના લીડ રૉલમાં દેખાશે. ફિલ્મમાં ઇમરાન હાશમીને એક ખતરનાક મિશન પર બતાવવામાં આવ્યો છે, જેને સંવેદનશીલ સ્થિતિને સંભાળવા માટે કાશ્મીર મોકલવામાં આવે છે. જાેકે, ફિલ્મ સાથે જાેડાયેલી કોઇપણ જાણકારીની અધિકારિક પુષ્ટી નથી કરવામાં આવી. ના ફિલ્મના અન્ય કાસ્ટ એન્ડ ક્રૂ મેમ્બર્સ વિેશે પણ કંઇ વાત જાણવા મળી.

આમ તો ફિલ્મ ડાયરેક્ટરનુ નામ સામે આવ્યુ છે, બતાવવામાં આવે છે કેક ‘ગ્રાઉન્ડ ઝીરો’ના નિર્દેશનની જવાબદારી મરાઠી ફિલ્મ નિર્માતા તેજસ વિજય સંભાળશે. તેજસ આ સમયે રકુલ પ્રીત સિંહની સાથે કામ કરી રહ્યો છે, આ તેની બૉલીવુડમાં ડેબ્યૂ ફિલ્મ હશે. ઇમરાન હાશમી ની વાત કરીએ તો તે હાલમાં ‘સેલ્ફી’ માટે કામ કરી રહ્યો છે. આમાં તેની સાથે અક્ષય કુમાર લીડ રૉલમાં છે. આ મલયાલમ પિલ્મ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રીમેક બતાવવામાં આવી રહી છે, રાજ મહેતા આને ડાયરેક્ટ કરી રહ્યાં છે, અને ડાયના પેન્ટી, નુસરત ભરુચા લીડ હીરોઇનેના રૉલમાં છે. સેલ્ફી ફિલ્મ આગામી વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

Follow Me:

Related Posts