અભિનેતા કાર્તિકે પોતાની આગામી ફિલ્મ શહેજાદાનું પ્રમોશન સ્ટાર્ટ કર્યું
આજકાલ કાર્તિક આર્યન સાતમા આસમાને છે. ભૂલ ભુલૈયા ૨ની સફળતાથી તે ખૂબ જ ખુશ છે. તેની લાસ્ટ રિલિઝ ફિલ્મે ગ્લોબલ બોક્સઓફિસ પર ૧૫૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. રીસન્ટલી, કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ સ્ટેટસમાં આવનાર કાર્તિકે હવે તેની આગામી રિલિઝ થનારી ફિલ્મ ‘શહેજાદા’નું પ્રમોશન સ્ટાર્ટ કરી દીધું છે. સાજીદ નડિયાદવાલા પ્રોડકશન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં તેની સાથે ક્રિતી સેનન નજર આવશે. કાર્તિકે કહ્યું હતું કે, લોકો આ ફિલ્મને અલુ અર્જુનની ફિલ્મ ‘વૈકુંઠપુરમુલૂ’ ની રિમેક કહી રહ્યા છે પરંતુ તેવું નથી. આ ફિલ્મ તેની ઑફિશિયલ રિમેકથી અલગ છે અને ફિલ્મના બેઝિક પ્લોટનું એડપ્શન છે. ડિરેક્ટર રોહિતે સ્ક્રિપ્ટ પર ખૂબ જ કામ કર્યું છે જેથી હિન્દી ઓડિયન્સને એક અલગ એક્સપિરિયન્સ મળી શકે.
હું અનોખા એક્શન-કોમેડી અવતારમાં નજર આવીશ. જેને લઈને હું ખૂબ જ એકસાઈટેડ છું. હું વધારે કઈ તો નહિ કહી શકું પરંતુ તમને બધાને ૪ નવેમ્બરે સિનેમા સ્ક્રીન પર સરપ્રાઈઝ મળશે તે વાત ચોક્કસ છે. ‘શહેજાદા’ વિશે વાત કરતા પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાએ કહ્યું હતું કે, આ ફિલ્મ એન્ટરટેઈનમેન્ટનો ખજાનો છે. અમે બધા ફિલ્મને લઈને ઉત્સુક છીએ. વ્યૂઅર્સને ફિલ્મ સ્ક્રિપ્ટથી લઈને ફિલ્મના મ્યુઝિક, એક્શન સિક્વન્સ અને રોમાન્સનો ભરપૂર આનંદ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે જ કાર્તિકનો એક્શન અવતાર દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે, તે વાત નક્કી છે. લુકાછુપીમાં કાર્તિક અને ક્રિતીની જાેડી હિટ રહી હતી અને ફરી એકવાર આ બંને સુપર સ્ટારનું રિયુનિયન દર્શકોને મજા કરાવશે. કરણ જાેહર સાથે સંબંધો વણસ્યા બાદ પણ કાર્તિક પાસે અનેક ફિલ્મો છે. અગાઉ, કરણે ‘દોસ્તાના ૨’માંથી કાર્તિકની હકાલપટ્ટી થઈ હતી પરંતુ, ફક્ત સાજીદ નડિયાદવાલા પ્રોડકશન સાથે જ કાર્તિક પાસે ‘શહેજાદા’ બાદ ‘ફ્રેડી’, ‘કેપ્ટન ઈન્ડિયા’ અને એક અનટાઈટલ્ડ ફિલ્મ લાઈન અપમાં છે.
Recent Comments