fbpx
બોલિવૂડ

અભિનેતા દિવ્યેન્દુ શર્મા ‘બ્રહ્માસ્ત્ર’ની કાસ્ટમાં પોતાનું નામ જાેઈને ચોંક્યો

ઓટીટીના ઉદયથી અનેક ટેલેન્ટેડ એક્ટર્સને નવી લાઈફ લાઈન મળી છે અને દુનિયા સામે પોતાની ટેલેન્ટ રજૂ કરવાનો અનોખો મોકો હાસિલ થયો છે. અત્યારે, ‘મિર્ઝાપુર’ ના મુન્ના ત્રિપાઠી ઉર્ફે મુન્ના ભૈયાને કોણ નથી ઓળખાતું? વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ ની બંને સિરીઝમાં પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ જીતનાર એક્ટર દિવ્યેન્દુ શર્મા વર્ષ ૨૦૦૭થી ઈન્ડસ્ટ્રીમાં નસીબ ચમકાવવાની કોશિશમાં હતો પરંતુ તેની અદાકારીની સાચી ઝલક ‘મિર્ઝાપુર’માં જાેવા મળી હતી.

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દિવ્યેન્દુનું કાસ્ટિંગ થયું હોવાનું સામે આવ્યું છે. એક ઈવેન્ટ દરમિયાન દિવ્યેન્દુને પૂછવામાં આવ્યું હતું કે, આલિયા અને રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આ મામલે દિવ્યેન્દુએ કહ્યું હતું કે, આ કોને અફવા ફેલાવી કે હું ‘બ્રહ્માસ્ત્ર’નો હિસ્સો છું? મને એ નથી ખબર પડતી કે, શા માટે ફિલ્મના વિકિપીડિયા પેજ પર મારુ નામ દર્શાવવામાં આવી રહ્યું છે.

કદાચ, મારું સિલેક્શન ફિલ્મના બીજા ભાગ માટે કરવામાં આવ્યું હશે પરંતુ,ફિલ્મના પહેલા ભાગમાં તો હું ખરેખર નથી. દિવ્યેન્દુ અનેક સફળ બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝનો ભાગ બની ચૂક્યો છે. જેમાં ‘પ્યાર કા પંચનામા’, ‘ચશ્મે બદદુર’, ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ અને ‘મિર્ઝાપુર’ તેમજ ‘સોલ્ટ સિટી’ સામેલ છે. દિવ્યેન્દુ આગામી સમયમાં ‘મિર્ઝાપુર; ની ત્રીજી સિઝનમાં ધમાકેદાર એક્શન કરતો નજર આવશે. જેના શૂટિંગની તૈયારી લગભગ શરુ કરી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts