મનોરંજનની ચમકતી દુનિયામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એક સગીર યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપમાં પ્રખ્યાત ટીવી એક્ટર પર્લ વી પુરીની ધરપકડ થતાં સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો, આ કેસમાં તપાસ ચાલી રહી છે તે દરમિયાન વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, એકતા કપૂરના પોપ્યુલર શો કસૌટી જિંદગી કી સીરિયલથી ડેબ્યુ કરનાર અભિનેતા પ્રાચીન ચૌહાણને છેડતીના ગંભીર આરોપો માટે મુંબઈની મલાડ ઈસ્ટ પોલીસે ધરપકડ કરી છે.
પીડિતાએ અભિનેતા પ્રચીન ચૌહાણ વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪, ૩૪૨, ૩૨૩, ૫૦૬ (૨) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેની ધરપકડના સમાચારથી ફરી એકવાર ટીવી ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થઇ રહી છે.
ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેના ઘણા મિત્રો છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પ્રાચીન ચૌહાણે સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘કસૌટી જિંદગી કી’ થી ટીવી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે સુબ્રતો બાસુની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેણે કલર્સ પર આવેલા માતા-પિતા કે ચરણોમેં ‘કુછ ઝૂકી પલકે’, ‘સિંદૂર તેરે નામ કા સાત ફેરે’ અને સ્વર્ગમાં પણ ભૂમિકા ભજવી છે.
હાલમાં અભિનેતા પ્રાચીન યુટ્યુબ પર શિટ્ટી આઇડિયાજ ટ્રેડિંગ (જીૈં્) વેૂબ સીરીજ પ્યાર કા પંચમાં છવિ મિત્તલ અને પૂજા ગૌરની સાથે કામ કરી રહ્યા છે તેની અભિમન્યુની ભૂમિકામાં લોકોની ખૂબ લોકપ્રિય થઇ રહી છે.
Recent Comments