મેગા પાવર સ્ટાર રામ ચરણની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. આખી દુનીયામાં તેનાં ચાહકો છે જે તેનાં પર પ્રેમ વરસાવતા રહેતા હોય છે. અને તેનાં પસંદીદા કલાકારને હાલમાં જ તેનાં ફેન સાથે જાેવામાં આવ્યો. આ ફેન પણ ખુબજ અનોખો હતો. રામ ચરણનો ફેન જયરાજ તેનાં ખેતરનાં ચોખા અને અનાજનો પાક રમ ચરણ માટે ભેટમાં લઇને આવ્યો હતો. આ સાથે જ તેણે હિરોનું એક સુંદર પોટ્રેઇટ પણ તૈયાર કર્યું હતું. જયરાજે ન ફક્ત કળનું એક ઉત્તમ તૈયાર કર્યું છે. તેણે સ્ટારથી મળવા અને એક્ટરને સીધી રીતે પોતાનાં મનમાં તેનાં માટે કેટલો પ્રેમ છે તે જણાવવાં ૨૬૪ કિમીની યાત્રા કરી હતી. છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે આ ડ્રોઇંગ એક્ટર માટે બનાવ્યું હતું. રામ ચરણ પોતે પણ તેનાં ફેનનાં આ પ્રેમથી અભિભૂત થઇ ગયો છે. અને તેનાં ફેન્સની કેટલીક તસવીરો સામે આવી છે જેને જાેઇને આ અનુમાન લગાવી શકાય છે કે, મેગા પાવર સ્ટાર તેનાં ફેન્સનાં દિલમાં કેવી ખાસ જગ્યા બનાવે છે. ફેન જયરાજ તેનાં ખેતરનાં જ ચોખા અને અન્ય અનાજનો બોરો ભરીને તે લાવ્યો હતો. જયરાજ ગડવાલનાં ગોરલાખાનમાં સ્થિત તેનાં ખેતરમાંથી આ અનાજ લઇને આવ્યો હતો.
અભિનેતા રામચરણના ફેને પોતાના ખેતરના ચોખા અને ધાન ભેટ આપ્યા

Recent Comments