બોલિવૂડ

અભિનેતા રિતિક રોશને મુંબઈ મેટ્રોમાં સવારી કરી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા

બોલિવૂડ એક્ટર રિતિક રોશને શુક્રવારે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર તેના આ નવા અનુભવની માહિતી પણ આપી હતી અને સંખ્યાબંધ ફોટો પોસ્ટ કર્યા હતાં. તે ઘણીવાર તેના અંગત જીવનની ઝલક શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને કેટલાક વીડિયો શેર કર્યા હતાં, જેમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જાેવા મળ્યો હતો. તે કેઝ્‌યુઅલ લુકમાં જાેવા મળે છે અને તેને ડેનિમ જીન્સ સાથે બ્લેક ટી-શર્ટ અને બેઝબોલ કેપ પહેરી હતી. તેના કેપ્શનમાં ફાઇટર સ્ટારે લખ્યું હતું કે તેને મેટ્રોમાં મુસાફરી કરવાનો ઘણો સારો અનુભવ રહ્યો.

તે મુંબઈના ટ્રાફિક તેમજ ગરમીને માત આપીને સમયસર તેના શૂટ લોકેશન પર પહોંચી ગયો હતો. તસવીરોમાં રિતિક ઘણા ચાહકો સાથે પોઝ આપતો જાેઈ શકાય છે. તેને લખ્યું હતું કે “આજે કામ કરવા માટે મેટ્રોમાં સવારી કરી. કેટલાક ખરેખર મીઠા અને સારા લોકોને મળ્યો. તેઓએ મને જે પ્રેમ આપ્યો તે તમારી સાથે શેર કરું છું. અનુભવ અદભૂત હતો. ગરમી ટ્રાફિકને મહાત આપી.” આ તસવીર બાદ રિતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ રિએક્શન આપ્યું હતું. રિતિક રોશન હજુ થોડા દિવસ પહેલા જ ઈટલીથી મુંબઈ પરત છે ફર્યો છે. રિતિક અને દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ ફાઈટરના બે ગીતોના શૂટિંગ માટે ઈટલીમાં હતા. ઇટાલીમાં રિતિક અને દીપિકાની તેમની ટીમના સભ્યો સાથે પોઝ આપતી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફાઇટરમાં અનિલ કપૂર પણ છે. ફિલ્મ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related Posts