fbpx
બોલિવૂડ

અભિનેત્રીનો અસિત મોદી પર ગંભીર આરોપ, ભીડે માસ્તરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ કર્યો છે. જાે કે કામ ખોવાની બીકે શરૂઆતમાં તેમણે તે નજરઅંદાજ કર્યું. જેનિફરે એમ પણ કહ્યું કે સેટનો માહોલ ખુબ પુરુષવાદી છે. અહીં ફક્ત પુરુષોનું ચાલે છે અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે. હવે આ સમગ્ર મામલે શોમાં ભીડે માસ્તરની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાડકરનું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું ભીડે માસ્તરે?… તે જાણો.. ‘પિંકવિલા’ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલના કોએક્ટર મંદાર ચંદવાડકર સાથે વાતચીત કરી. જાે કે મંદાર ઉર્ફે ભીડેએ કહ્યું કે, ‘હું સ્તબ્ધ છું કે તેમણે આવું કેમ કર્યું. તેમની વચ્ચે શું થયું હતું તે વાત વિશે મને કોઈ જાણકારી નથી.’ જેનીફર મિસ્ત્રીના પુરુષવાદી કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા મંદાર સંદવાડકરે કહ્યું કે ‘આ પુરુષ રૂઢિવાદી જેવી જગ્યા બિલકુલ નથી. આ એક સ્વસ્થ વાતાવરણની સાથે એક ખુશનુમા જગ્યા છે. નહીં તો આ શો આટલા લાંબા સમય સુધી ચાલ્યો ન હોત.’ અત્રે જણાવવાનું કે ટીવી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાહેરાત કરી હતી કે તે સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે.

આ સાથે તેણે શોના નિર્માતા અસિત મોદી અને અન્ય લોકો પર માનસિક અને જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેનિફરે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેણે નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું કે અસિતના સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. અભિનેત્રીના કહેવા પ્રમાણે, આ ઘટના હોળીની છે. તેને સેટની બહાર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી અને તે પછી ઘણી ગેરવર્તણૂક થઈ હતી. આ કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. જેનિફર મિસ્ત્રી બંસીવાલે એક વેબસાઈટને જણાવ્યુ હતું કે, ‘શરૂઆતથી જ આસિતજી ઘણી વાર કહેતા હતા, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. મને એકવાર પૂછ્યું કે તું શું પીવે છે? મેં બિન્દાસ્ત થઈને વ્હિસ્કી. આ પછી તેમણે વારંવાર મને વ્હિસ્કી પીવા માટે આમંત્રણ આપ્યા હતા. તેઓ મજાકમાં બોલતા હશે. પરંતુ ૨૦૧૯માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી. ત્યાં અસિત મોદીએ ૮ માર્ચે મને કહ્યું – મારા રૂમમાં આવી જાઓ સાથે બેસીને વ્હિસ્કી પીએ. મને તેમની પાસેથી આ સાંભળીને આશ્ચર્ય થયું. પછી એક દિવસ પછી તેમણે કહ્યું – તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મન થાય છે કે મને પકડીને ચુંબન કરી લે. તેમની આ વાત સાંભળીને હું ધ્રૂજવા લાગી હતી. અભિનેત્રી આગળ કહે છે, ‘મેં મારા બે સાથીઓને આ વિશે જણાવ્યું હતું. એકે અસિત મોદીને ઘણું બધું સંભળાવ્યું હતું. બીજાએ અસિત મોદીની સામે મને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર આસિત મોદીએ કહ્યું- જાે તમારી પાસે રાત્રે રૂમ પાર્ટનર ન હોય તો મારા રૂમમાં આવી જા સાથે વ્હિસ્કી પીએ. જ્યારે તેમને લાગ્યું કે અહીં દાળ ગળવાની નથી તો તેમને મને ઓછી સ્ક્રીન સ્પેસ આપવાનું શરૂ કર્યું. ગયા વર્ષે પણ જ્યારે મેં આસિત મોદીને રજા માંગવા માટે ફોન કર્યો ત્યારે તેમણે મને કહ્યું કે રડો નહીં,

જાે હું પાસે હોત તો મને ગળે લગાડીને ફ્લર્ટ કરતો અને ફ્લર્ટ કર્યા પછી કહેતો કે હું મજાક કરું છું. મારા વકીલે મને સમજાવ્યું કે હવે ચૂપ રહેવું યોગ્ય નથી. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે. હવે આ મામલે અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જેનિફરના આરોપોને સદંતર ફગાવી દીધા છે. અસિત મોદી અને તેમની ટીમનું કહેવું છે કે જેનિફર સેટ પર અનુશાસન સાથે રહેતી ન હતી. તે પોતાના કામ પર ધ્યાન આપતી ન હતી. તે રોજ પ્રોડક્શનમાં ફરિયાદ કરતી હતી. તેના છેલ્લા દિવસે તેણે સેટ પર બધાની સામે લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આ પછી અસિતે કહ્યું કે જેનિફર દ્વારા તેના પર લગાવવામાં આવેલા શોષણના તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. શોની ડાયરેક્શન ટીમ હર્ષદ જાેશી, ઋષિ દવે અને અરમાન કહે છે, ‘તે સેટ પર શિસ્ત સાથે રહેતી નહોતી અને તેનું ધ્યાન કામ પર નહોતું. રોજેરોજ તેના વર્તનની ફરિયાદ પ્રોડક્શન હેડને કરવામાં આવતી હતી. તેણીના છેલ્લા દિવસે, તેણીએ બધાની સામે સમગ્ર યુનિટ સાથે દુર્વ્યવહાર કર્યો અને શૂટ પૂર્ણ કર્યા વિના સેટ છોડી દીધી. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતીન બજાજે કહ્યું, ‘તે રોજેરોજ આખી ટીમ સાથે ખરાબ વર્તન કરતી હતી. જ્યારે તે શૂટમાંથી જઈ રહી હતી, ત્યારે કોઈ પણ રાહદારીને ઈજા થશે તે વિચાર્યા વિના તેણે પોતાની કાર ઉતાવળમાં ચલાવી. તેઓએ સેટની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અમારે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો પડ્યો કારણ કે શૂટિંગ દરમિયાન તેનું વર્તન ખૂબ જ ખરાબ હતું. આ ઘટના સમયે અસિતજી અમેરિકામાં હતા. તે અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે અને અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. અમે આ આરોપો સામે અમારી ફરિયાદ નોંધાવી ચૂક્યા છીએ. નિર્માતા અસિત મોદીએ કહ્યું, ‘અમે આ મામલે કાયદાની મદદ લઈશું કારણ કે તે અમને અને અમારા શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેને શોમાંથી બહારનો દરવાજાે બતાવી દીધો છે, તેથી તે અમારા પર પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહી છે.

Follow Me:

Related Posts