બોલિવૂડ

અભિનેત્રી જ્હાન્વી કપૂરે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ


અભિનેત્રી જ્હાન્વી કપૂરે ખુબ ટુંકા ગાળામાં જ બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે. ધડક ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર જ્હાન્વી એ પછીની ફિલ્મો થકી પણ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચુકી છે. જ્હાન્વી સોશિયલ મિડીયા પર પણ ખુબ જ સક્રિય રહેતી અભિનેત્રી છે. તે પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીરો સતત પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે એક મેગેજીન માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ હતી. આ તસ્વીરોમાં જ્હાન્વી અલગ અલગ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જાેવા મળી છે. તેની ખુબસૂરતી ગજબની દેખાઇ રહી છે. દરેક તસ્વીરમાં તેનો કાતિલ અંદાજ જાેવા મળી રહ્યો છે. ફેશન અને સ્ટાઇલની બાબતમાં જ્હાન્વી કોઇને પણ મુકાબલો આપી શકે તેમ છે. જ્હાન્વીની આગામી ફિલ્મોમાં દોસ્તાના-૨, ગૂડલક જેરી અને મિલી સહિતની સામેલ છે.

Related Posts