fbpx
બોલિવૂડ

અભિનેત્રી મલાઈકા અરોરા હવે ન્યૂટ્રિશન અને વેલનેસ પર પુસ્તક લખશે


વર્ષોથી મલાઈકાને ફિટનેસ ઈન્સ્પિરેશન ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ કરતાં ફોટોગ્રાફ્સ-વીડિયો ઝડપથી વાઈરલ થાય છે. મલાઈકાના ફિટનેસ રૂટિન વિશે જાણવા ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે અને તેથી જ મોટી ફિટનેસ બ્રાન્ડ-પ્રોજેક્ટ્‌સ મલાઈકા સાથે જાેડાતી હોય છે. મલાઈકા યોગા સ્ટુડિયો પણ ચલાવે છે અને ડેઈલી યોગા પ્રેક્ટિસ પણ કરે છે. આ પુસ્તકમાં મલાઈકા પોતાના ડેઈલી ફૂડ વિશે વાત કરશે. આ ઉપરાંત મહત્ત્વના ફૂડ ટોપક્સ ડિસ્કસ કરશે. ખોરાક અને તેની મદદથી સ્વસ્થ રહેવાની સાથે કુપોષણનો ભોગ નહીં બનવા માટેની સમગ્ર પ્રક્રિયા મલાઈકા રજૂ કરશે. ફિટનેસ ગોલ્સ એચિવ કરવામાં ફૂડ હેબિટની મદદ અંગે મલાઈકા વાત કરવાની છે. બૂક લખવાના પોતાના ડિસિઝન અંગે મલાઈકાએ જણાવ્યું હતું કે, અંદરથી અને બહારથી સ્વસ્થ રહેવા બાબતે બૂકમાં વાત થશે. આ વિષય પર ભાગ્યે જ વાત થઈ છે. ૨૦૨૧ના વર્ષમાં મલાઈકાએ ડિલીવીરી-ઓનલી ફૂડ સર્વિસ શરૂ કરી હતી, જેનું મેનુ મલાઈકાએ પોતે બનાવ્યુ હતું.મોડેલ, એક્ટર, ડાન્સર અને રિયાલિટી ટીવી શો જજ જેવા અનેક રોલમાં ફિટ બેસનાર મલાઈકા અરોરાએ વધુ એક ક્ષેત્રમાં પગરણની તૈયારી કરી છે. મલાઈકા હવે લેખિકા બનવાની છે અને તેની પહેલી બૂક વિશે તેણે વાત કરી છે. મલાઈકાએ કહ્યું હતું કે, આ પુસ્તક ન્યૂટ્રિશન વિષય પર હશે અને તેમાં વેલનેસ માટે ટિપ્સ અપાશે.

Follow Me:

Related Posts