fbpx
બોલિવૂડ

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે પુત્ર નો જન્મ થયો

બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર લાંબા સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે, હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે અને યામી ગૌતમે પુત્રને જન્મ આપ્યો છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ખુશીના સમાચાર આપ્યા હતા, જેના પછી ચાહકો એમને અભિનંદન પાઠવતા જોવા મળી રહ્યા છે. આદિત્ય દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, યામીએ અક્ષય તૃતીયા (૧૦ મે)ના દિવસે પુત્રને જન્મ આપ્યો હતો. આદિત્યએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને તેમાં તેણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું.

એમને ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ’ જણાવી દઈએ કે, હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, ‘વેદોમાં પારંગત વ્યક્તિ’, તેમના ઘરે પુત્ર વેદવિદના જન્મના સમાચાર શેર કર્યા બાદ ચાહકો અને સ્ટાર્સ દ્વારા યામી અને આદિત્યને સોશિયલ મીડિયા થકી અભિનંદન આપી રહ્યા છે. કેટલાક તેમને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે, તો ઘણા તેમના પુત્રના નામ વેદવિદના વખાણ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts