શબાના આઝમી પ્રખ્યાત શાયર કૈફી આઝમીની દીકરી છે. આ વાત એ સમયની છે જ્યારે શબાનાએ બોલિવુડમાં પોતાનો પગ જમાવાની શરૂઆત કરી હતી અને જાવેદ અખ્તર મોટું નામ કમાઇ ચૂકયા હતા. સલીમ ખાનની સાથે તેમની જાેડી સલીમ જાવેદનો ઇન્ડસ્ટ્રીઝમાં ડંકો વાગતો હતો. આ જાેડીએ શોલે જેવી ફિલ્મ લખીને સૌથી ઉપર જગ્યા બનાવી હતી. જાવેદ અખ્તર મોટાભાગે કૈફી આઝમીના ઘરે કવિતાઓ સાંભળવા જતા હતા. આ દરમ્યાન શબાનાની સાથે તેમની મુલાકાત થઇ અને ધીમે-ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાય ગઇ. શબાના અને જાવેદના સંબંધ અંગે જ્યારે કૈફી આઝમીને ખબર પડી તો તેઓ ખૂબ નારાજ થઇ ગયા હતા. શબાના આઝમીને ૫ વર્ષ નેશનલ એવોર્ડથી સમ્માનિત કરાઇ ચૂકયા છે જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. તેમને ‘અંકુર’, ‘અર્થ’, ‘ખંડહર’, ‘પાર’ અને ‘ગોડમધર’ ફિલ્મ માટે આ સમ્માન મળ્યું છે. આ સિવાય તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સમ્માનિત કરાઇ ચૂકયા છે.
શબાના આઝમીએ ફિલ્મ અંકુરથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ૧૯૭૪માં આવી હતી. આ ફિલ્મની સાથે જ શ્યામ બેનેગલનું ડાયરેક્શનલ ડેબ્યુ થયું હતું. આ ફિલ્મને ખૂબ પસંદ કરાઇ હતી. શબાના આઝમીની મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ અર્થમાં પણ દેખાયા હતા. આ ફિલ્મને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન મૃણાલ સેને કર્યું હતું. આ ફિલ્મ ૧૯૮૪માં આવી હતી. આ ફિલ્મમાં શબાના આઝમીના પર્ફોમન્સના ખૂબ વખાણ થયા હતા. તે સમયે આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દેખાડાઇ હતી. ગોડ મધર એક બાયોગ્રાફિકલ ફિલ્મ હતી જે ૧૯૯૯માં રીલીઝ થઇ હતી. ગુજરાતના પોરબંદરના મહિલા માફિયા પર આધારિત હતી. આ ફિલ્મને ૬ નેશનલ એવોર્ડ મળી ચૂકયા હતા. દીપા મહેતાની ફાયરમાં શબાના આઝમીએ દમદાર રોલ કર્યો હતો. બીજીબાજુ શબાનાને લઇ જાવેદ અને હની વચ્ચે પણ ખૂબ ઝઘડા થવા લાગ્યા. રોજીંદા ઝઘડાથી કંટાળી એક વખત હનીએ જાવેદને શબાનાની પાસે જવાની મંજૂરી આપી દીધી પરંતુ કૈફી આઝમી આ સંબંધથી ખુશ નહોતા.
તેમને એ વાતની મુશ્કેલી હતી કે જાવેદ અખ્તર પહેલેથી પરિણિત હતા અને શબાના આઝમી જાવેદ અને તેમની પત્ની હની ઇરાનીની વચ્ચે આવી ગયા. પરંતુ શબાનાએ તેમને વિશ્વાસ અપાવ્યો કે એવું કંઇ જ નથી. જાવેદના હની સાથેના સંબંધ તેમના લીધે તૂટ્યા નથી. આખરે કૈફી આઝમીએ આ સંબંધને મંજૂરી આપી દીધી.શબાના આઝમીએ જેટલું ફિલ્મી દુનિયામાં નામ કમાયું છે એટલી જ ચર્ચા તેમની પર્સનલ લાઇફમાં પણ રહી. તેમણે પોતાનાથી ૧૦ વર્ષ મોટા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા. જે પહેલેથી જ પરિણિત હતા અને બે બાળકોના પિતા હતા.અભિનેત્રી શબાના આઝમીનો ૧૮મી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ૭૧મો જન્મદિવસ છે. તેમને પાંચ વખત નેશનલ એવોર્ડથી સમ્માનિત કરાઇ ચૂકયા છે. તો ૪ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે. શબાના આઝમી ફિલ્મ અભિનેત્રી છે તેમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની અમીટ છાપ છોડી છે. બોલિવુડની ઝાકમઝોળની વચ્ચે તેમણે બીજી કેટલીય અભિનેત્રીઓ કરતાં આગવી ઓળખ બનાવી છે. તેમના દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાઓને લોકો આજે પણ પસંદ કરી રહ્યા છે અને તે કેટલીય અભિનેત્રીઓ માટે આજે પણ પ્રેરણાદાયક છે.


















Recent Comments