ગુજરાત

અમદાવાદનાં વટવા જીઆઇડીસીમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકનું મોત, ત્રણ યુવકો ઘાયલ થયાં

વટવા જીઆઇડીસીમાં એકાઉન્ટન્ટ યુવક બાઇક લઇને નોકરીથી ઘરે જતા બાઇક લઇને ઉભો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલ બુલેટ ચાલકે બાઇકને ટક્કર મારતા બંને જમીન ઉપર પટકાયા હતા. જાેગાનું જાેગ પાછળથી આવી રહેલ બીજા બુલેટ ચાલકે પણ બેલેન્સ ગુમાવતા સ્લીપ થતા અથડાયો હતો. જ્યારે બાઇક ચાલક એકાઉન્ટન્ટ યુવકનું બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું આ અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

રામોલમાં રહેતો યુવક ગઇકાલે તા. ૨૧ના રોજ બાઇક લઇને નોકરીથી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વિન્ડસર કંપની પાસે તેઓ કટ પાસે ઉભા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલ બુલેટ ચાલકે યુવકના બાઇકને ટક્કર મારતા બંને જમીન ઉપર પટકાતા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી ઉપરાંત પૂરઝડપે પાછળથી આવી રહેલ બીજા બુલેટ ચાલકે પણ બેલેન્સ ગુમાવતા બુલેટ સ્લીપ થતા તેમાં સવાર બે લોકોને સામાન્ય ઇજાઓ પહોચી હતી જ્યારે બુલેટ ૫૦ મીટર દૂર જઇને પડયું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતા બાઇક ચાલક યુવકને માથા અને હાથે પગે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બીજીતરફ બુલેટ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેભાન હાલતમાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું જ્યારે બુલેટ ચાલકની સારવાર ચાલું છે. આ અંગે ઘટના અંગે મૃતક બાઇક ચાલકની પત્નીએ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts