અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર રહે છે છાપરાવાળા મકાનમાં
અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપાનગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. હવે પક્ષ દ્વારા પણ તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. આ સાથે જ નવા શાસકોના નામની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. કિરીટ પરમારની વાત કરવામાં આવે તો તેઓ વર્ષથી સંઘ સાથે જાેડાયેલા છે. તેઓ એક નાના કાર્યકરમાંથી મેયર પદ સુધી પહોંચ્યા છે. પહેલીવાર તેઓ પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા. તેમની ઘર ચાલીમાં આવેલું છે. તેઓ છાપરાવાળા મકાનમાં રહે છે.
મેયર પદ માટે નામની જાહેરાત થયા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા અને મીડિયા સામે ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો. કિરીટ પરમારે એ.એ. બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ૯૨, વિરાભગતની ચાલી, ભીડભંજન હનુમાન પાછળ, બાપુનગર ખાતે રહે છે. તેઓ બે વખત કાઉન્સિલર રહી ચુક્યા છે, તેમજ પક્ષમાં નાનું મોટું કામ કરતા આવ્યા છે. સામાન્ય રીતે લોકોના મનમાં એવું હોય છે કે મેયર પદ માટે પસંદ થનાર વ્યક્તિ જાહોજલાલીમાં રહેતો હશે પરંતુ કિરીટભાઈના કેસમાં આ વાત ખોટું ઠરે છે. તેઓ છાપરાવાળા મકાનમાં રહે છે. તેમના મકાનમાં કોઈ વૈભવી સુવિધા નથી. તેઓ ખૂબ જ સાદુ જીવન જીવે છે. આ ઉપરાંત તેઓએ લગ્ન પણ નથી કર્યાં. એટલે કે જેઓ કોઈના ‘પતિ’ નથી તેઓ હવે નગર’પતિ’ બન્યા છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા. ભાજપના પદાધિકારીઓ દ્વારા તેઓને મીઠાઈ ખવડાવીને તેમનું સ્વાગત કરાયું હતું.
કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જાેડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે. આ પ્રસંગે મેયર બનનારા કિરીટ પરમારે કહ્યું કે, હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પદ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. કિરીટ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, “મારા નામની જાહેરાત કરીને ભારતીય જતા પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે, ચાલીમાં ભાડુઆત તરીકે રહેતો કાઉન્સિલર પણ મેયર બની શકે છે. નાના કાર્યકરની પણ પાર્ટીએ કદર કરી છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે છે.”
Recent Comments