અમદાવાદના મેયર-ડેપ્યૂટી મેયરે એસવીપી હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી
કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. જેની વચ્ચે કોર્પોરેશન દ્વારા વેક્સિન આપવાની પણ કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. આગામી ૧ એપ્રિલથી ૪૫ વર્ષની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામા આવશે. ત્યારે આજે સવારે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિ. ભાજપના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતે એલિસબ્રિજ ખાતે આવેલી જીફઁ હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે થલતેજ ખાતે પોતાના વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી હતી. કોરોના વેક્સિન લીધા બાદ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે તમામ શહેરીજનોને કોરોનાં વેકસીન લેવા માટે અપીલ કરી હતી. ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ મહિલાઓને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકોએ ગભરાવવાની જરૂર નથી.
અનેક વરિષ્ઠ નાગરિકો હજુ પણ સામે ચાલીને રસી મૂકાવવા આગળ આવી રહ્યા નથી. ત્યારે તાજેતરમાં જ ૯૦ વર્ષ વટાવી ચૂકેલા એક દંપતિએ અમદાવાદની આરના હોસ્પિટલમાં કોવિડની રસી મૂકાવીને દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ૯૪ વર્ષીય હરિદાસભાઈ ગણાત્રા અને ૯૧ વર્ષીય મંજુલાબેને ગણાત્રા પાલડી ખાતે એકલા રહે છે અને તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે. મંજુલાબેન તો વ્હીલચેર પરથી ઊભા પણ થઈ શકતા નથી. આ દંપતિ મોટાભાગે ઘરમાં જ રહે છે અને બહાર નીકળવાનું ટાળે છે છતાં એક જવાબદાર નાગરિક તરીકે તેમણે રસી મૂકાવીને બીજા લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
Recent Comments