અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં એક ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમા મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે. જીવરાજપાર્ક પાસે શિવશંકર નગરમાં આ દુર્ઘટના ઘટી છે. આજે વહેલી સવારે આ દુર્ઘટના ઘટતા વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ આસપાસનાં લોકો પણ આ અવાજ સાંભળતા ત્યાં આવી પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસે પણ આ અંગે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલની ઓપરેશન થિયેટરની છતની દીવાલ તૂટી પડી હતી. ત્યારે પણ મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ હતી. વી.એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી હતી. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે અહીં મોટી બેદરકારી સામે આવી છે. આ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની છતની દીવાલ પણ ધરાશાયી થઇ હોવાની માહિતી સામે આવી હતી.
અમદાવાદના વાસણામાં મકાનની છતના પોપડા પડતા પિતા-પુત્રના મોત નીપજ્યા

Recent Comments