અમદાવાદની જેલમાંથી 1પ વર્ષ પહેલા ફરાર થયેલ આરોપીની અટકાયત
ગુનાની હકીકત એવા પ્રકારની છે કે આજથી એકવીસ વર્ષ પહેલા રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર આવેલ રેઈમ્બો સોસાયટીમાં મરણ જનાર કાળુભાઈ ગીગાભાઈ કુંભાર, રહે.રાજુલા, આ કામનાં આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ ઈજાઓ કરી, ખુન કરી, ગુનો કરેલ હોય, જે અંગે રાજુલા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.93/ર001, ઈ.પી.કો. કલમ 30ર, 1ર0(બ્ી) વિ.મુજબનો ગુનો રજી. થયેલ હતો.આ ગુનાના કામે આરોપીઓ (1) લાભુબેન વા/ઓ કાળાભાઈ ગીગાભાઈ કુંભાર (ર) રહીમ નુરમહમદ બ્લોચ તથા (3) મગન કમાભાઈ દેવીપુજકનાઓને અટક કરવામાં આવેલ હતા. જે કેસ નામ. ફાસ્ટટ્રેક કોર્ટ, અમરેલી ખાતે ચાલી જતાં, નામ.કોર્ટ દ્વારા આરોપી નં.(1) તથા (ર) ને આજીવન કેદની સજા કરવામાં આવેલ હતી.રહીમ નુરમહમદભાઈ બ્લોચ અમદાવાદ મઘ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો હતો. તેને ગુજરાત હાઈકોર્ટનાં હુકમથી વચગાળાની દિન-ર1 ની રજા મંજુરથતાં. તા.14/9/ર007 થી દિન-ર1 ની રજા ઉપર મુકત થયેલ. તેને તા.6/10/ર007 ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું.
પરંતુ રહીમ નુરમહમદભાઈ બ્લોચ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલ હતો. અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા પંદર વર્ષથી નાસતો ફરતો હતો.પકડાયેલ કેદી : રહીમ નુરમહમદભાઈ બ્લોચ, ઉ.વ.48 રહે.મુળ ધોકડવા, તા.ગીર ગઢડા, જિ. ગીરસોમનાથ, હાલ રહે. સુરત કામરેજ, તા.જિ.સુરત, પકડાયેલ કેદીને આજીવન કેદની સજા ભોગવવા માટે અમદાવાદ મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમેરલી એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે.કરમટા, પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments