fbpx
ગુજરાત

અમદાવાદમાંથી ૫ાંચ ઈસ્મોને કેનેડા મોકલવાના બહાને ૩૯.૫૧ લાખની ઠગાઈ કરાઈ

મેઘાણીનગરના ભગવતીપ્રસાદ જાેષીની ફરિયાદ મુજબ, તેઓ પુત્ર-પુત્રવધૂને કેનેડા મોકલવાના આશયથી ઉડાન હોલિડેની ઓફિસે ગયા હતા. જ્યાં તેમને સુનીલ શિંદેએ ઉડાનના માલિક હર્ષિલ પટેલનો સંપર્ક કરાવતાં, હર્ષિલે ભગવતીપ્રસાદનાં પુત્ર-પુત્રવધૂને કેનેડા વર્ક પરમિટ પર મોકલી માસિક ત્રણ લાખનો પગાર, રહેવા-જમવાનું ફ્રીની વાત કરી, વિશ્વાસ કેળવ્યો હતો.

ભગવતીપ્રસાદે હર્ષિલ પટેલને એડવાન્સ પેટે ૪ લાખ આપ્યા હતા. થોડા સમય બાદ હર્ષિલે તેના કાકા મહેન્દ્ર પટેલ કેનેડામાં હોટેલ ધરાવતાં હોવાનું કહી તેમને ભાગીદાર બનવા લાલચ આપી હતી. ઉપરાંત અલગ અલગ ચાર્જપેટે કુલ ૩૯.૫૧ લાખ પડાવી લીધા હતા.મેઘાણીનગરમાં રહેતા સિનિયર સિટીઝનનાં પુત્ર-પુત્રવધૂને વર્ક વિઝા પર કેનેડા મોકલવા કહી તેમ જ કેનેડામાં હોટેલમાં ભાગીદારીની લાલચ આપી પાંચ જણા પાસેથી અલગ અલગ મળી ૩૯.૫૧ લાખ પડાવી, કેનેડા ન મોકલી છેતરપિંડી કરાતાં સિનિયર સિટીઝને ક્રાઇમ બ્રાંચમાં હર્ષિલ પટેલ, સુનીલ શિંદે નામની ૨ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts