ગુજરાત

અમદાવાદમાં ચોમાસા બાદ ઝાડા, પાણી અને મચ્છરજન્ય કારણે ફેલાયો રોગચાળો

અમદાવાદમાં હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં હાલ મચ્છરજન્ય અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. શહેરની હોસ્પિટલો, ઝાડા, ઉલટી અને કમળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા ૭ દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના ૧૭૨ કેસ નોંધાયા છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળો વકર્યો છે. ખાસ કરીને પાણી જન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. શહેરમાં મચ્છરજન્ય રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જ્યારે પાણી જન્ય રોગચાળામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડેન્ગ્યુના ૧૭૨ જ્યારે ટાઈફોઈડના ૧૬૪ કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના કેસની સંખ્યા પણ ખૂબ જ ઊંચી છે અને એ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

Related Posts