ગુજરાત

અમદાવાદમાં પોલીસકર્મીની પત્નિની શાકભાજીની લારીવાળાએ છેડતી કરતા ખળભળાટ

શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી તેમના પત્ની સાથે ડૉકટરને ત્યાં દવા લેવા ગયા હતા. ત્યાં વાર લાગે તેમ હોવાથી તેમના પત્ની શાક લેવા ગયા હતા. જાેકે, શાકભાજી માર્કેટમાં તેમને ખૂબ કડવો અનુભવ થયો હતો. શાક લેતા હતા ત્યારે એક ફેરિયાએ તેઓની સામે હસીને બદઈરાદા પૂર્વે શું લેવું છે એમ પૂછ્યું હતું. પોલીસકર્મીના પત્નીએ આવું કેમ કરી રહ્યો છે તેમ પૂછતા આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને ‘ચાલ મારી સાથે ફરવા’ એમ કહી મહિલાઓને ભેગી કરી બબાલ કરી હતી. સમગ્ર મામલે પોલીસકર્મીના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિલાએ મારી સામે જાેઇને કેમ બોલે છે? તેવું પૂછતાં આ શખ્સે ‘ચાલ મારી સાથે ફરવા આવવું હોય તો’ એમ કહી બીભત્સ શબ્દો કહ્યા હતા. જે બાદમાં આ બેન મારી સાથે ઝધડો કરે છે તેમ કહીને આ શખ્સે આસપાસથી જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતાબેન નામની મહિલાઓને બૂમ પાડીને બોલાવ્યા હતાં. બાદમાં આ મહિલાઓ અને તે શખ્સે પીડિતા સાથે બોલાચાલી કરી તેમને ધક્કે ચઢાવ્યા હતા. આ ઉપરાંત મહિલાના ગળા અને હાથમાંથી ૧.૩૦ લાખના દાગીના તોડીને લઈ લીધા હતા.

જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઇન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts