ગુજરાત

અંજારમાં બનેલી ૭ લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી આરોપી નીકળ્યો

કચ્છના અંજારમાં મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા નીચે બનેલી ૭ લાખ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો હતો જેમાં લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અંજાર નજીકના મેઘપર બોરીચી પાસે આવેલા રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત ૭ લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે.
કચ્છના અંજારમાં મેઘપર કુંભારડીમાં વીરેન્દ્ર ઊર્ફે લાલો શામજી કેશરામી શેઠે તેમના ત્યાં કામ કરતાં પ્રવિણ મેર નામના કર્મચારીને બે સેલ્ફ ચેક આપીને ૧૦ લાખની રોકડ લાવવા માટે કહ્યું હતું. જ્યારે પ્રવિણ શેઠના બેન્ક ખાતામાંથી રોકડ લઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે મેઘપર બોરીચી ગામના રેલવે ગરનાળા નીચે બે બાઈકસવાર હુમલો કરીને પ્રવિણ પાસેથી સાત લાખની લૂંટ કરીને જતાં રહ્યાં હોવાનું ફોનથી શેઠને જણાવ્યું હતું. લૂંટ મામલે પ્રવિણે જાણ કરતાંની સાથે શેઠ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી સમગ્ર ઘટના મામલે શેઠે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના ઝ્રઝ્ર્ફ ચકાસ્યા અને પ્રવિણની પૂછપરછ કરતાં તે ગોળ-ગોળ જવાબ આપતા પોલીસને તેના પર શંકા ગઈ હતી. આ બધા વચ્ચે પ્રવિણની પત્ની અને પ્રવિણના મિત્ર નાગપાલસિંહ ચુડાસમાને પોલીસ સ્ટેશનને લઈ જતાં લૂંટનો ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે નાગપાલસિંહે જણાવ્યું હતું કે, ‘હું નોકરીએ હતો, ત્યારે પ્રવિણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવીને નોટોના બંડલો આપ્યા હતા. જાે કે, આ પૈસા શેના છે એ મને નથી ખબર. પૈસા હજુ મારી ગાડીમાં જેમ હતા તેમ પડ્યા છે અને અત્યારે સાથે છે.‘ આ પછી પોલીસે નાગપાલની ગાડીમાંથી પૈસા લાવીને ગણતરી કરતાં સાત લાખ રોકડ હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રવિણે લીધેલી ગોલ્ડ લોનના હત્પા ભરવામાં ખેંચ અનુભવાતી હોવાથી તેને રાતોરાત માલદાર બનવા માટે બેન્સોના શેઠના સાત લાખ લૂંટાયા હોવાનું તરકટ રચ્યું હતું અને લૂંટનો સમગ્ર બનાવ ઉપજાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.

Related Posts