fbpx
ગુજરાત

અમદાવાદમાં વિપક્ષનો આક્ષેપ કોર્પોરેશને વાવેલા 35.39 લાખ વૃક્ષમાંથી 14 લાખ ના ઉગતા 5 કરોડનું નુકશાન

અમદાવાદ શહેરને હરીયાળું બનાવવા માટે વૃક્ષો કોર્પેોરેશન દ્વારા દર વર્ષે વાવામાં આવી રહ્યા છે. આગામી ચોમાસુ સિઝનમાં પણ વૃક્ષો વાવવામાં આવશે ત્યારે અત્ચાર સુધી ચાર વર્ષની અંદર એએમસીએ 35.39 લાખ વૃક્ષો વાવ્યા હતા જેમાંથી 14 લાખ વૃક્ષોની જળવણી જ ના થતા આ છોડ ઉગ્યા જ નથી આ પ્રકારનો આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. વિપક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ દ્વારા આ પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ વિપક્ષ નેતાએ વધુમાં કહ્યું હતું કે, વૃક્ષો ના ઉગ્યા હોવાથી 5 કરોડથી વધુનું નુકશાન તેના કારણે થવા પામ્યું છે. 

અમદાવાદ શહેરને હરીયાળુ બનાવવા માટે ત્રણ વર્ષમાં 10 લાખ જેટલા વૃક્ષો દર વર્ષે વાવવામાં આવી રહ્યા છે. જેમાં 40 ટકા વૃક્ષો જાળવણીના અભાવે ઉગી શકતા નથી અને પૈસાનું પાણી થઈ રહ્યું છે. શહેરમાં આ લાપરવાહીના કારણે જે ગ્રીનરી થવી જોઈએ તે થતી નથી તે પ્રકારનો આક્ષેપ વિપક્ષ નેતા દ્વારા કોર્પોરેશનના વાવેલા વૃક્ષો ના ઉગી નિકળતા લગાવવામાં આવી રહ્યો છે.  

ખાસ કરીને આ વખતે ખૂબ જ મોટો ટાર્ગેટ વૃક્ષોને વાવવાને લઈને આ વર્ષે આપવામાં આવ્યો છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 15 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં વૃક્ષો તો રોપવામાં આવશે પરંતુ તેની જાળવણી મહત્વની છે. તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તો જ અમદાવાદ ગ્રીન એરીયા બની શકશે.

Follow Me:

Related Posts