ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની આગાહી અવાર નવાર કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે બે દિવસ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આ વખતે ગરમીએ માઝા મૂકી છે માર્ચ મહિનાથી ગરમી પડવાની શરૂ થઈ હતી ત્યારથી લઈને મે મહિનો પૂર્ણ થયા બાદ પણ જૂન મહિનાની શરૂઆતમાં પણ યલ્લો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ પ્રકારે યલ્લો અને રેડ એલર્ટમાં લોકો સેકાઈ રહ્યા છે. અગાઉ અમદાવાદમાં 45 ડીગ્રી સુધી તાપમાન રહેવા પામ્યુ હતું જો કે, અત્યારે 41.9 ડીગ્રી આસપાસ ગરમી નોધાઈ રહી છે ત્યારે આવતી કાલથી ફરી ગરમી 43 ડીગ્રી સુધી પડી શકે છે.
આ ઉપરાં હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં પહેલા વરસાદ થશે અને ત્યાર બાદ અમદાવાદમાં અને ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યમાં હવામાન સૂકું રહેશે. અમદાદાવાદમાં બે દિવસ સુધી યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ 15 થી 20 દિવસ આસપાસ આવે તેવી શક્યતાઓ છે. જો કે, ત્યાં સુધી ફરી ગરમીમાં સેકાવાનો વારો આવ્યો છે. અદાવાદમાં ગરમીના કારણે બપોરના સમયે બિનજરૂરી કામ સિવાય બહાર ના નિકળવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
Recent Comments