ગુજરાત

અમદાવાદ આરટીઓનો ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ધારકોને લઈને મોટો ઘટસ્ફોટ

અમદાવાદમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ આરટીઓ ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ૫૦ ટકાથી વધારે લોકો કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાય છે. શહેરના આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હજારો લોકો દરરોજ આવતા હોય છે, પણ આ ટ્રેક લોકો માટે મુસીબત સમાન બને છે. અમદાવાદ આરટીઓના આંકડા મુજબ દર ૧૦૦૦ હજાર ટુ-વ્હીલર ચાલકમાંથી ૩૦૦ જેટલા ટુ-વિહિલર ચાલક ટ્રેક ટેસ્ટમાં ફેલ થાય છે, તો ફોર વ્હીલરમા આ આંકડો તેનાથી પણ વધારે છે.
જેમાં ૧૦૦૦માંથી ૫૦૦ કાર ચાલક ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ થાય છે. જાેકે ફેલ થવાનો રેસિયો એટલા માટે વધી જાય કારણ કે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે અને ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની ઓનલાઇન પક્રિયાની વચ્ચે અહિંયા હાથના ઈશારેથી કે પછી અંદર બેસેલા આરટીઓના કર્મચારીના કહેવાથી વાહન ચાલક ટેસ્ટ માટે આગળ વધે છે, પણ સ્ટાર્ટ અને સ્ટોપની લાઈટ દર્શાવતો કોઈ પોલ નથી. જેથી ટેસ્ટ માટે આવતા લોકોને પૂરતી સમજ નથી મળતી જેના કારણે ફેલ થવાનું પ્રમાણ વધી જાય છે.

Follow Me:

Related Posts