અમદાવાદ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળા ના પ્રારંભે પક્ષી ઓના કુંડા અને માળા નું વિતરણ કરાયું
v
અમદાવાદ કરુણા ટ્રસ્ટ ની પક્ષી માટે કરુણા ઉનાળા ની શરૂઆત થતા ની સાથે જ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા તથા ORS અને સાથે પક્ષીઓના માળા નું નળ વાળા મેઈન ગેટ, લો ગાર્ડનમાં તા. ૦૯/૦૩/૨૨ બુધવારના રોજ સવારે ૭ થી ૯ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હેમંત શાહ, પ્રેસિડેન્ટ ઓફ વોકર્સ ક્લબ ઓફ લૉ ગાર્ડન એ જણાવ્યું કે ખૂબ મોટી સંખ્યામાં મોર્નિંગ વોકર આ પ્રસંગે હાજર રહ્યા અને નિઃશુલ્ક પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડા, ORS અને પક્ષીઓના માળાની વિતરણની ભેટ સ્વીકારી. વોકર્સ ક્લબ ઓફ લૉ ગાર્ડનના સભ્યો એ પણ ઉદાર હાથે દાન આપીને સંસ્થાને આવી સરસ ઉમદા જીવદયા પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ ને અભિનંદન અને હાર્દિક આભાર.
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ દ્વારા જાણવામાં આવ્યું કે કાળઝાળ ગરમીમાં આપણે પાણી વગર નથી રહી શકતા, તો આ અબોલ જીવોની હાલત કેવી થતી હશે, એની કલ્પના કરી જુઓ. જેમ આપણે ઉનાળામાં ગરમીના કારણે ચક્કર આવે છે કે અશક્તિ લાગે છે, એમ પશુ-પક્ષીઓને પણ ડીહાઇડ્રેશન થઈ જાય છે, તો આવા સમયમાં એમના પાણીમાં ORS નાખવું, જેથી તેમને શક્તિ મળે. એમની નમ્ર વિનંતી છે કે એક કુંડું આપના ઘરની બાલ્કની, ઘરની કે ઓફીસની બહાર અથવા બગીચામાં પાણી ભરીને આ અબોલ જીવો માટે મુકો. આવો આપણે સૌ સાથે મળીને ઉનાળામાં તરસ્યાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યસ્થા કરીને અબોલ જીવોનું જીવન બચાવીએ.
Recent Comments