અમદાવાદ પોલીસ નશાનો કાળો કારોબાર રોકવા કેટલી સતર્ક છે તેવા બે કિસ્સાઓ એકજ દિવસમાં જોવા મળ્યા
દેશમાં અને રાજ્યમાં સરકાર અને પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં લોકોની સામે કડક પગલા લેવા માટે દિવસે ને દિવસે વધુ સતર્ક અને હાઈટેક બની છે ત્યારે અમદાવાદની એસઓજી ક્રાઈમ પોલીસ એક માહિતીના આધારે આંબાવાડી વિસ્તારના ભુદરપુરા રોડ પર આવેલા સાઈ પણ પેલેસમાં રેડ કરી હતી અને આ રેડમાં ત્યાથી ૧૫૭ નંગ વિદેશી સિગરેટના પેકેટ મળી આવ્યા હતા. આ સિગારેટના પેકેટ સાથે દુકાન માલિક યતીન રાઠોડ મળી આવ્યો હતો. યતીનની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ સિગારેટનો જથ્થો મુંબઈ સેન્ટ્રલ રોડ પરથી અજાણ્યા વ્યકિતએ આપ્યો હતો. ર્જીંય્ ક્રાઈમે પાન પાર્લરના માલિક અને સિગારેટનો જથ્થો મોકલનાર બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે.
બીજા કિસ્સામાં વાડજ પોલીસે માહિતી મળતા ખોડીયારનગર છાપરાના નાકેથી નિમેશ જાડેજાને ૨ દારૂની બોટલ સાથે ઝડપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ખોડીયારનગરના છાપરામાં આવેલા ખંડેર મકાનમાં પણ બીજી દારૂની બોટલ છે. જેથી ઓલી આરોપીને સાથે લઈને આરોપીએ બતાવેલી જગ્યા ઉપર થઈ ત્યારે બે થેલા મળી આવ્યા હતા. જેમાં ચેક કરતા ૯૦ જેટલી અન્ય દારૂની બોટલો મળી આવી હતી. આમ કુલ ૯૨ દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર સન્ની અને ૯૦ બોટલ દારૂનો જથ્થો રાખનાર વિષ્ણુ ઠાકોર વિરુદ્ધ વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.
Recent Comments