fbpx
ગુજરાત

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1,02,08,825 ડોઝ નાગરિકોને આપવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-૧૯ વેકસીનેશનમાં અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી જાણો     હાલમાં અમદાવાદ શહેરમાં તમામ નાગરીકોને વહેલામાં વહેલીતકે કોવિડ-19 વેક્સીન મળી રહે તે હેતુથી કોવિડ-19 વેકસીનેશન મહાઅભિયાન ચાલી રહેલ છે.    શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિસિપલ, ગવર્નમેન્ટ હોસ્પિટલ ખાતે 60 વર્ષ કે તેથી વધુ વયના તમામ સીનીયર સિટીઝન, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર કે જેઓને બીજો વેક્સીન ડોઝ લગાવ્યા પછી ૯ મહિના પૂર્ણ થયેલ હોય તેઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે.    આ ઉપરાંત તારીખ 3 જાન્યુઆરી-૨૦૨૨થી 15 થી 18 વર્ષના તમામ બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશનનો સમગ્ર દેશમાં શુભારંભ કરવામાં આવેલ છે. સદર વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1,02,08,825 ડોઝ નાગરિકોને આપવામાં આવેલ છે, જેમાં પ્રથમ ડોઝ 54,58,426 બીજો ડોઝ 45,19,099 અને પ્રિકોશન ડોઝ-2,31,300 આપવામાં આવેલ છે.      શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિસિપલ , ગવર્નમેન્ટ હોસ્પિટલ ખાતે 60 વર્ષ કે તેથી વધુ વયના તમામ સીનીયર સિટીજન, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને આપેલ પ્રિકોશન ડોઝ અપાય છે.   અમદાવાદ શહેરના તમામ 15 થી 18 તથા 12 થી 14 વર્ષના વય જૂથના બાળકોને કોવિડ-19 વેકસીનેશન સરળતાથી મળી રહે તે હેતુ તમામ 80 અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત નક્કી કરેલ 80 પ્રાઇવેટ/મ્યુનિસિપલ શાળા ખાતે કોવિડ-૧૯ વેકસીનેશન સેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૨ થી ૧૪ વયજૂથના બાળકોને કોવિડ-૧૯ની CORBEVAX વેકસીન આપવામાં આવેલ છે. આજે ૧૫ થી ૧૮ તથા ૧૨ થી ૧૪ વર્ષના બાળકોની વેકસીનેશનની અપાઈ હતી.   અમદાવાદ શહેરમાં ગાઈડલાઈન અનુસાર કોવિડ-19 વેક્સિન લેવા માટે તમામ એલીજીબલ નાગરીકજનોએ કોવિડ-૧૯ વેકિસનેશનના મહાભિયાન અતંર્ગત વહેલામાં વહેલીતકે કોવિડ-૧૯ વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts