અમરેલીના વઢેરાના યુવકની હત્યા કેસમાં પોલીસે બે ઈસ્મની ધરપકડ કરી
અમરેલીના વઢેરામા યુવકની હત્યાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી. ગામમા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ગામમા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. હત્યાની આ ઘટનાથી નાના એવા ગામમા સોંપો પડી ગયો હતો. જાે કે હાલ ગામમા શાંતીપુર્ણ માહોલ જાેવા મળી રહ્યો છે. પોલીસે ત્રણ પૈકી વિનોદ જસાભાઇ વાઘેલા તેમજ રાકેશ જસાભાઇ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. જયારે જસા બાબુભાઇ વાઘેલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસ આ બંને આરોપીને રિમાન્ડની માંગ સાથે આવતીકાલે કોર્ટમા રજુ કરશે.જાફરાબાદ તાલુકાના વઢેરામા રહેતા એક યુવકે મચ્છી માર્કેટમા ઉભેલા શખ્સોને ગાળો બોલવાની ના પાડતા પિતા અને બે પુત્ર એમ ત્રણ શખ્સોએ ધોકા અને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ત્રણેય નાસી ગયા હતા. પરંતુ પોલીસે બંને પુત્રોની ધરપકડ કરી લીધી છે.
અહીં રહેતા જુસબભાઇ રહેમાનભાઇ મન્સુરી (ઉ.વ.૩૦) નામનો યુવાન ગામમા મચ્છી માર્કેટમા ઉભો હતો. ત્યારે અહી જસા બાબુ વાઘેલા, રાકેશ જશા વાઘેલા અને વિનોદ જસા વાઘેલા નામના શખ્સો ગાળો બોલતા હતા. જુસબભાઇએ આ શખ્સોને ગાળો બોલવાની ના પાડતા જસાએ લાકડાના ધોકા વડે તેમજ રાકેશ અને વીનોદે છરી વડે ગળા અને પડખામા ઘા ઝીંકી દઇ તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. હત્યા બાદ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. જયારે જુસબને જાફરાબાદ હોસ્પિટલમા ખસેડવામા આવતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે અહી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સ્થાનિક પીએસઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમા જિલ્લા પોલીસવડા અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે મૃતક યુવકના ભાઇ અફઝલભાઇ મન્સુરીએ જાફરાબાદ પોલીસ મથકમા ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઇ જે.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.
Recent Comments