fbpx
અમરેલી

અમરેલીની ગજેરા સ્‍કૂલની વિદ્યાર્થીનીઓ ઈન્‍ટર હેન્‍ડબોલ સ્‍પર્ધામાં રનર્સઅપ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ. ગજેરા ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટસ સંકુલ અમરેલીની વિદ્યાર્થીનીઓ અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસ મુકામે તા.1/1ર થી તા.3/1ર સુધી ઈન્‍ટર ડીએલએસએસ ગર્લ્‍સ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 7 ટીમોએ ભાગ લીધેલ હતો. આ સ્‍પર્ધામાં એસ.એચ. ગજેરા ડીએલએસએસ અમરેલીની વિદ્યાર્થીનીઓ આ સ્‍પર્ધામાં સેકન્‍ડ નંબર પ્રાપ્‍ત કરી વિજેતા બનેલ છે. આ ક્ષણે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા સંસ્‍થા પરિવાર, ડીએલએસએસના તમામ સ્‍ટાફગણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી હેન્‍ડબોલ રમતમાં આગવું સ્‍થાન પ્રાપ્‍ત કરવા માટે શુભેચ્‍છા આપી હતી.

આ કેમ્‍પસમાં અવાર નવાર વિવિધ પ્રકારની સ્‍પર્ધાઓ યોજાય છે. તેમાં કેમ્‍પસના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્‍ત કરી સંસ્‍થા તથા અમરેલી જિલ્‍લાનું ગૌરવ વધારે છે.

Follow Me:

Related Posts