અમરેલી

અમરેલીની ચિંતા કરનાર સોશ્યલ મીડિયા ગ્રૂપે બ્રોડગેજ માટે જે જાગૃતિ અભ્યાન શરૂ કર્યું છે તેને હું ખુલ્લો ટેકો જાહેર કરતા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર

અમરેલી પૂર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમરેલીની ચિંતા કરનાર જે ગ્રૂપે બ્રોડગેજ અમરેલીમાં આવે તે માટે જે જાગૃતિ અભ્યાન શરૂ કર્યું છે તેને હું ખુલો ટેકો જાહેર કરૂં છું. અમરેલીનાં સાંસદ તરીકે ઢસા-જેતલસર ૨૦૦૭ મા બોડગેજમાં રૂપાંતર કરાવ્યું હતું. ૨૦૦૯ મી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મારા ધર્મપત્નિને કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર જાહેર કરેલ ત્યારે ડો જીવરાજ મહેતા ચીમમાં મેં મારા ભાષણમાં કહ્યું હતું કે જીવરાજ મહેતાના સાāદ્યમાં ડો જીવરાજ મહેતા નો સપનાનો અમરેલી જિલ્લો બનાવવા માટે ફરી વખત અમરેલીની જનતા તક આપશે મારા ધર્મપતિને સાંસદ તરીકે ચુંટાઇ ને મોકલશે તી અમરેલી જિલ્લાને ખાત્રી આપુ છું કે, અમરેલી જિલ્લાને બોર્ગેજમાં રૂપાંતર થાય અમરેલી જિલ્લો ધમધમતો થાય તે મારૂં સપનું હતુ પરંતુ ચુંટાઇ ન શક્રયા તેના કારણે સાંસદ તરીકે જેની જવાબદારી હતી તેઓ નિષ્ફળ ગયા છે.

ત્યારે અમરેલીની જનતાએ બ્રોડગેજ માટે જે ઝૂંબેશ ઉપાડી છે તેને ટેકો જાહેર કરૂ છું. આજરોજની બ્રોડગેજ માટેની રેલીમાં મારે જોડાવવું હતુ પરંતુ હાલ હું દિલ્હી મુકામે હોવા થી પહોંચી શકુ તેમ ન હોય, આ બાબતે હું પિયુષ ગોયલને પણ મળવાનો છું. આપણા ગુજરાતના સુરતનાં સાંસદ જરદોશજીને અવાર-નવાર મળ્યો છુ હજી પણ મળીને અમરેલી ધમધમતું થાય અને લાઠી થી ખીજડીયા થી અને ચિત્તલ થી પણ જે આપણો જુનો સોમનાથ રોજે-રોજની ટ્રેન માટે અમદાવાદ જવા આવવા માટે સારી ટ્રેનની સુવિધા મળે તે માટે પણ હું સતત મહેનત કરૂં છું. વિરોધપક્ષે હોવ અમરેલી જિલ્લાને ખાત્રી તો નથી આપી શકતો પરંતુ મને અમરેલી જિલ્લાની સતત ચિંતા છે જ મને ધારાસભ્ય તરીકે ૫ વર્ષ કામગીરી કરવાની તક આપી ત્યારે પણ મેં અમરેલી જિલ્લા અને શહેરને લાઠી વિસ્તાર ના ધારાસભ્ય હોવા છતા પણ જે રસ્તાઓ માટેની કામગીરી માટે જે પ્રાદ્યાન્ય આપ્યું તેવુ હજુ પણ આવું પ્રાધાન્ય આપવા માટે હું તૈયાર છું.

અમરેલીના આ ગૃપને હું અભિનંદન આપું છું કે તમે જાગૃત થયા છો જાગે તેને જ કંઈક મળતુ હોય છે. કહેવાઇ છે જાગે તેને પાડી મળે છે અને જે મુઈ જાય તેને પાડો મળે છે એટલે જે સુઈ ગયા છે તેને ભલે પાડો મળે પણ જાગ્યા છો ત્યારે અમરેલીનાં ભાગ્યમાં ફરી વખત આપણું સપનું સાકાર થશે તેના માટે જે કાંઇ કરવાનું ઘટે તે કરવા માટે કોંગ્રેસ પક્ષ સાથે છે હું પણ વ્યક્તિગત સાથે છું. અમારૂં આખું ગ્રૂપ અને અમારા જે કોઇ કોંગ્રેસના સિધ્ધાંતને માનનારા છે તે તમામ અમરેલીને આ સુવિધા મળે તેના માટે તત્પર છીએ.

Follow Me:

Related Posts