અમરેલીની મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ અને 108 દ્વારા વૃક્ષારોપણ
પ જૂન વિશ્વપર્યાવરણ દિવસ નિમિતે અમરેલી જિલ્લામાં અમરેલી 108 તથા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ અમરેલી મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં વનવિભાગ અમરેલીના ડીએફઓ એસ. આર. ઠક્કર તથા સિવિલ હોસ્પીટલના સિવિલ સર્જન ડો. હરેશ વાળા, 108 ઇમરજન્સી સેવાના અમરેલી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે તથા જિલ્લા અધિકારી યોગેશ જાની સહિત અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોના દરમિયાન કપરી પરિસ્થિતિમાં જેઓએ ખૂબ સારું કામ કર્યું છે. તેવા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ, અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરાવીને તેમને પ્રોત્સાહન આપી તેમની કોરોના મહામારી દરમ્યાનની કામગીરીને બિરદાવી હતી.
Recent Comments