અમરેલીના વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયામા જાહેરમા જુગાર રમી રહેલા હરેશ ગોવિંદભાઇ પાઘડાળ, રોહિત અરવિંદભાઇ પટોળીયા, અલ્પેશ ગાંગજીભાઇ પટોળીયા, જીતેશ શામજીભાઇ પટોળીયા, રાજેશ વિરજીભાઇ વાડદોરીયા, નિલેશ વિનુભાઇ પટોળીયા, વિઠ્ઠલ ફુલભાઇ પાનસુરીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી ૨૧૩૦૦નો મુદામાલ કબજે લીધો હતો.
આ ઉપરાંત પોલીસે બાબરા તાલુકાના તાઇવદર ગામે જાહેરમા જુગાર રમી રહેલા પરશોતમ વેલાભાઇ મકવાણા, યાસીનખા નનુખા જલવાણી, રાજુ ઠાકરશીભાઇ જાદવ અને મુકેશ કરશનભાઇ ચાવડા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી ૧૩૧૦૦ની મતા કબજે લીધી હતી.અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે બાબરાના તાઇવદર અને વડીયાના ઢુંઢીયા પીપળીયામાથી ૧૧ જુગારીને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી ૩૪૪૦૦નો મુદામાલ કબજે લીધો હતો.
Recent Comments