અમરેલી

અમરેલીમાં આત્‍મનિર્ભર મિશનને ખુલ્‍લુ મૂકતા મનિષ સંઘાણી

અમરેલી જીલ્લાની જનતાના હિત માટે જીલ્લાના વિકાસ માટે આજે દશેરાના પાવન અવસરે અત્‍મનિર્ભર અમરેલી મિશન અમરેલી જીલ્લાની જનતા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાઘ્‍યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા મીશનખુલ્લુ મુકવામાં આવ્‍યુ હતુ. ત્‍યારે જણાવ્‍યુ હતુ કે, અમરેલી જીલ્લાની જનતા માટે અને જીલ્લા વિકાસ માટે મુશ્‍કેલીઓ ઉદ્‌ભવી રહેલા મુદ્‌ાઓ જેવા કે શિક્ષણ, આરોગ્‍ય, પશુપાલન, ખેતી, ઉધોગો અને રોજગારી ક્ષેત્ર આ આત્‍મનિર્ભર અમરેલી મીશન કામ કરી અને છેવાડાના માનવી સુધી આ મીશનના માઘ્‍યમથી પોહચવાનો પ્રયત્‍ન કરવામાં આવશે. જેમા જીલ્લાના ખુણે ખુણા સુધી પહોચવા માટે અમે દરેક વિસ્‍તાર પ્રમાણે કમીટીની રચના કરશુ અને નાનામાં નાની જરૂરીયાતોને ઘ્‍યાનમાં રાખી અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને લોકો અને સરકારની વચ્‍ચેની એક કડીની ભુમિકા ભજવશુ ત્‍યારે આ મિશનથી અમારુ વિઝન અર્બન લાઇઝેશન ધરાવતો દેશનો પ્રથમ જીલ્લો બને તેવા પ્રયત્‍ન કરવાનુ છે.

Related Posts