અમરેલી જિલ્લામાં આજે તંત્ર દ્વારા વેકસીનની ટ્રાયલ કરવામાં આવી. આજે જિલ્લામાં ફક્ત 2 પોઝિટિવ કેસ સામે 10 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં આજે વેકસીનની ટ્રાયલ તંત્ર દ્વારા લેવામાં આવી હતી. આગામી 15 દિવસમાં અમરેલીમાં વેકસીનનું આગમન થશે. અમરેલી જિલ્લામા હમણાં છેલ્લા ઘણા દિવસોથી ઘટતા જતા પોઝિટિવ કેસોની સાથે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધતી જાય છે. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓનો આંક પણ ઘટતો જાય છે ત્યારે હવે અમરેલી જિલ્લો કોરોના મુક્ત થવા ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 5 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત કુલ 41 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 10 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3727 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3727 પર

Recent Comments