fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3718 પર

અમરેલી જિલ્લાને કોરોના મુક્ત બનવા માટે દેખાતું એક આશાનું કિરણ, છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં થઈ રહેલો સતત ઘટાડો.

અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે તેથી હવે અમરેલી જિલ્લો જલ્દી કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે તેવી આશાની કિરણ જાગી છે. તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો થતા સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો માસ્ક પહેરી ને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 2 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 67 દર્દીઓ છે. આજે 6 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3718 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts