અમરેલીમાં તા.૨૧ જાન્યુઆરીએ આદિજાતિ વિકાસ અધિકારીની પ્રિલીમીનરી પરીક્ષા યોજાશે
અમરેલી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારો, જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક કૃત્યો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, ફેક્સ, કે અન્ય પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો કે અન્ય કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક વિજાણું યંત્રો લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે.
પરીક્ષાર્થી કે પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગ ખાતે લઈ જઈ શકશે નહીં. બિલ્ડીંગમાં પ્રવેશ મેળવવા પ્રવેશ દ્વારથી જ મોબાઈલ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે, પરંતુ મોબાઈલ જે-તે સંસ્થાના આચાર્યશ્રીના રૂમમાં કસ્ટડીમાં રહેશે. તેનો દુરઉપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં ફરજ પર રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ પણ બિન અધિકૃત વ્યક્તિઓએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે.
આ હુકમ તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૦.૦૦થી સાંજે ૩.૦૦ કલાક સુધી લાગુ પડશે. આ હુકમ પરીક્ષા મથકોમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ, ફરજ પરના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, જાહેર માર્ગ પર પસાર થતા વાહનમાં બેસેલા મુસાફરોને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી, સંબંધિત દરેક પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ, અમરેલી શહેરી/તાલુકાના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આ પરીક્ષા અમરેલી શહેરની કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય, સિવિલ હૉસ્પિટલ સામે, ટી.પી. એન્ડ એમ.ટી. મ્યુ. ગર્લ્સ હાઈસ્કુલ, નાગનાથ મંદિર પાસે, અમરેલી, જીજીબેન ફોરવર્ડ હાઈસ્કુલ, , વરસડા રોડ, અમરેલી, દીપક હાઈસ્કુલ, ગાયત્રી મંદિર પાસે ચિત્તલ રોડ, એસ.એસ.અજમેરા, ગર્લ્સ હાઈસ્કુલ, એસ.ટી. સ્ટેશન રોડ, અમરેલી, સેન્ટમેરી હાઈસ્કુલ, વરસડા રોડ, ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, કેરીયા રોડ, શ્રી. બી.એન. વિરાણી હાઈ. યુનિટ-૧, પટેલ સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે આ પરીક્ષા યોજાશે, તે શાળા વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ પડશે.
Recent Comments