અમરેલીમાં બે શખ્શોએ વૃદ્ધને ૩૩.૬૦ લાખનો ચુનો લગાવ્યો, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા
અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં આવેલ આદિત્ય બિરલા સન લાઈફ કંપનીનાના બ્રાન્ચ હેડ અને મેનેજર તરીકે ફરજ બાજવતા શખ્સો દ્વારા નિવૃત વ્યક્તિ સાથે ૩૩.૬૦ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી પાડયા. આ ઘટનાની માહિતી એવી છે કે, હિરેનભાઈ હસુભાઈ જાેશી, બ્રાન્ચ હેડ જે આદિત્ય બિરલા સન લાઈફમાં મેનજર તરીકે ફરજ બનાવે છે. તેની માણેકપરા અમરેલી ખાતે બ્રાન્ચ આવેલી છે. તેમજ અન્ય એક આરોપી જિજ્ઞાબેન હિરેનભાઈ ઉનડકટ જે આદિત્ય બિરલા સનલાઈફ કંપની માણેકપરા અમરેલીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા ઈશ્વરીયા ગામના વૃદ્ધ નિવૃત મગનભાઈ શંભુભાઈ વામજા સાથે આઇ.ટી.આઇ સાવરકુંડલા ખાતે નોકરી કરતા હતા અને તે પછી આદિત્ય બીરલા સન લાઇફ કંપનીમાં બ્રાન્ચ હેડ તરીકે નોકરી કરતા હતા.
આ કામના ફરિયાદી નીવૃત થયેલા હોવાની જાણ થતા ફરિયાદીના નિવૃતીના રૂપિયાનું રોકાણ તેઓની આદિત્ય બીરલા સન લાઇફ કંપની, માણેકપરા, અમરેલીની બ્રાન્ચમાં કરવાનું અને તેના બદલામાં સારૂ વળતર આપવા લલચાવી ફોસલાવીને ફરિયાદીના રૂપિયા ઓળવી જવાના સમાન ઇરાદે જીજ્ઞાબેન ઉનડકટ મેનેજર સાથે મળી ગુન્હાહિત કાવતરું રચી ફરિયાદી પાસેથી તેની નિવૃતી સમયે આવેલા રૂપિયા તેમજ બચતના રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૩૩ લાખ ૬૦ હજારની આદિત્ય બીરલા કંપનીમાં રોકાણ કરવા અલગ અલગ તબક્કે રોકડા અને ચેકથી છેતરપીંડી અને વિશ્વાસધાત કરી લઇ લીધેલા હતા. બીજી તરફ આ રૂપિયા બંને આરોપીઓએ આદિત્ય બિરલા કંપનીમાં રોકવાના બદલે ફરિયાદીને પુછ્યા વિના અન્ય જગ્યાએ રોકાણ કરી દિધા.
જે રૂપિયાની વૃદ્ધે અવાર નવાર ઉઘરાણી કરતા આ બંનેએ વૃદ્ધ સાથે રૂ. ૧૦૦/-ના સ્ટેમ્પ પેપર પર એક પ્રોમીસરી નોટ લખી આપી. જેમાં તેઓ ફરિયાદીના રૂપિયા ત્રણ મહિનામાં પરત આપવા બંધાયેલા હતા. તેમ છતાં આ ત્રણ મહિનાની મુદ્દત પણ વીતી ગયેલી તે પછી પણ વૃદ્ધના રૂપિયામાંથી એકપણ રૂપિયો પરત નહી આપી બંનેએ ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના અનુસંધાને અમરેલી સીટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને હિરેન હસમુખભાઈ જાેશી અને જિજ્ઞાબેન હિરેનભાઈ ઉનડકટ (ઉ.વ.૪૦) બંનેને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા.
Recent Comments