અમરેલીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરાયું
અમરેલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા હાલ સમગ્ર દેશમાં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળેલી તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને પીરેતરિકતદાદાબાપુ ચિસ્તી, મહેબુબ રહેમાનબાપુ કાદરી, યુનુસભાઈ દેરડીવાલા, રજાકભાઈ કચરા, દિલસાદભાઈ શેખ, સાદિકબાપુ કાદરી, સંધી સોસાયાટીનાં રફીકબાપુ, રફીકભાઈ મોગલ, સાકીરભાઈ તરવાડી, નાનભાઈ બિલખીયા, મુજફ્ફર હુસેન સૈયદ, સમીરભાઈ કુરેશી સહિતના આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. વિરાટ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી
Recent Comments