૨૦૨૩-૨૪ દરમ્યાન સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં પરંપરાગત રમતો જેવી કે, દોરડા કૂદ(જમ્પ શેપ), સાતોલીયું(લગોરી), લંગડી, સંગીત ખુરશી, માટીની કૂસ્તી અને કલરીપટ્ટટુ, શતરંજ, આંબલી-પીપળી, મગદળ, લેજીમ, મલખમ-લાઠી જેવી રમતો રમાતી હોય આ રમતો ભુલાઈ ન જાય અને ડિજિટલ માધ્યમ સિવાયના માધ્યમો દ્વારા બાળકો રમતગમત સાથે જોડાય તેવા હેતુથી ઉપરોક્ત રમતોમાંથી દોરડા કૂદ, (જમ્પ રોપ) , સાતોલીયું(લગોરી). લંગડી, માટીની કુસ્તી અને કલરીપટ્ટટુ અંડર-૧૯ ભાઈઓ/બહેનો માટેનું અમરેલી જિલ્લાનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલી ગોળ દવાખાનાની બાજુમાં ચિતલ રોડ, અમરેલી દ્વારા તા. ૦૪/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી ચિતલ રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ટેલીફોન નંબર-૦૨૭૯૨-૨૨૧૯૬૧ ઉપર સંપર્ક કરી મેળવી શકાશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી (ઇનચાર્જ)એ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલીમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત પરંપરાગત રમતોની સ્પર્ધા ૦૪ ફેબ્રુઆરીએ યોજાશે

Recent Comments