fbpx
અમરેલી

અમરેલીમાં સ્‍વચ્‍છતા અભિયાન માટે જેસીબી અને લોડરની ફાળવણી

અમરેલી નગરપાલિકામાં ભાજપે સતાના સૂત્રો સંભાળતાની સાથે જ શહેરીજનોની સુખાકારી માટે આરોગ્‍યલક્ષી સ્‍વચ્‍છતા અભિયાનમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરી પીવાના પાણીની સુવિધા વધારવા રાત દિવસ કામગીરી કરવામાં આવી રહેલ છે. ત્‍યારે શહેરમાં સ્‍વચ્‍છતાને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા આજે નવા જેસીબી અને લોડરનું પણ લોકાર્પણ કરવામાં આવેલ હતું.

અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેનસંજયભાઈ રામાણી, ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા, કારોબારી  ચેરમેન સુરેશભાઈ શેખવાએ જણાવેલ હતું કે, અમરેલી નગરપાલિકામાં ભાજપ ઉપર વિશ્‍વાસ મૂકી શહેરની જનતાએ સ્‍પષ્‍ટ બહુમતી આપેલ હતી. નવી ચૂંટાયેલ પાંખે ચાર્જ સંભાળ્‍યાના હજુ ફકત પંદર દિવસ થયેલ છે. આ પંદર દિવસમાં નગરજનોના પ્રાણ પ્રશ્‍નો સમા પાણી અને સફાઈને પ્રાધાન્‍ય આપી પીવાના સ્‍થાનિક સ્‍ત્રોત જે બંધ હાલતમાં હતા તેવા વરૂડી વોટર વર્કસ, પોમલીપાટ  તેમજ ખોડીયાર ડેમના પાણી મેળવવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સાથો સાથ વર્ષોથી નવા બનાવેલા અને કાર્યરત ન થયેલ સાવરકુંડલા રોડ ઉપરના સંપને પણ ચાલુ કરવામાં આવશે.

બીજી બાબતમાં શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જન આરોગ્‍યની સુખાકારી માટે સફાઈ અતિ જરૂરી છે ત્‍યારે દિવસે સફાઈ કરવામાં આવે જ છે પરંતુ સાથો સાથ શહેરની મુખ્‍ય બજારોમાં રાત્રી સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે. શહેરીજનોના આંગણા, શેરીઓ, બજારો સ્‍વચ્‍છ રહે તે માટે વેપારીઓ, ગૃહિણીઓએ પોતાની નૈતિક ફરજ સમજી કચરો જાહેરમાં ફેંકવાના બદલે ડોર ટુ ડોર કચરાના વાહનમાં જ નાખવા આગ્રહ રાખી શહેરની સ્‍વચ્‍છતામાં સહકાર આપવા અપીલ કરવામાં આવેલ હતી.

સ્‍વચ્‍છતા અભિયાનને વેગવંતુ બનાવવા આજે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખકૌશિકભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષી તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્‍લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, લાયન્‍સ કલબના વસંતભાઈ મોવલીયા, સંજયભાઈ (ચંદુભાઈ) રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, દંડક ચિરાગભાઈ ચાવડા, સંજયભાઈ વણજારા, દીલુભાઈ વાળા, ટીકુભાઈ ગોંડલીયા, બીપીનભાઈ લીંબાણી, ચિરાગભાઈ ત્રિવેદી, સંજયભાઈ માલવીયા, મેહુલભાઈ ધોરાજીયા, સંદીપભાઈ માંગરોળીયા, હરેશભાઈ કાબરીયા સહિતના ઉપસ્‍થિત રહી નવા જેસીબી અને લોડરનું લોકાર્પણ કરી વિકાસની વણથંભી યાત્રાને ગતિશીલ બનાવવા આહવાન કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts