અમરેલી

અમરેલી એરપોટૅ ખાતે એરસ્ટ્રીપ (રનવે)ની લંબાઈ વધારવાકેન્દ્રીય નાગરીક અને ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

એરસ્ટ્રીપની લંબાઈ વધવાથી એટીઆર–૭ર સીટના મોટા પ્લેન પણ લેન્ડ થઈ શકશે. જેનો સીધો જ લાભ અમરેલીના લોકોને મળશે – સાંસદ અમરેલી શહેર ખાતે આવેલ એરપોટૅના રનવે (એરસ્ટ્રીપ)ની લંબાઈ વધારવા અંગે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય નાગરીક અનેઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ હતી.સાંસદએ કરેલ રજૂઆત મુજબ વતૅમાનમાં અમરેલી એરપોટૅના એરસ્ટ્રીપ (રનવે) ની લંબાઈ અંદાજિત ૧પ૦૦ મી. જેટલી છે. આ એરસ્ટ્રીપની લંબાઈ ઓછી
હોવાને લીધે હાલમાં ફકત નાના અને ચાટેૅડ પ્લેન જ ઉડાન ભરી રહયા છે. એરપોટૅ ઓથોરોટી ઓફ અમરેલીએ પણ એરસ્ટ્રીપની લંબાઈવધારવાના સંદભૅમાં જીલ્લા કલેકટર, અમરેલી અને નાગરીક ઉડયનવિભાગને પત્ર લખેલ હતો.

જેના અનુસંધાને સંબંધિત અધિકારી/કમૅચારીઓ દ્વારા રનવેની લંબાઈ વધારવા સવેૅ કરવામાં આવેલ અને આ સવેૅ અનુસાર અમરેલી શહેરની અંદાજિત ર,૦૦,૮૧૭ (બે લાખ આઠસો સતર) ચો.મી. અને ગીરીયા ગામની અંદાજિત ૩,૯૯,૩પ૩ (ત્રણ લાખ નવાણું હજાર ત્રણસો ત્રેપન) ચો.મી. એમ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૬બ્?ઉસ,૧૧,૭૭પ (છ લાખ અગ્યાર હજાર સાતસો પંચોતેર) ચો.મી. જમીન સંપાદન કરવાની આવશ્યકતા છે. સાંસદએ વધુમાં જણાવેલ હતુ કે, અમરેલી એરપોટૅના હયાત રનવેની લંબાઈ વધારી ર૦૭પ મી.અને પહોળાઈ ર૭૮ મી. કરવામાં આવે તો અમરેલી જીલ્લામાંથી એ.ટી.આર.–૭ર સીટના પ્લેન પણ ઉડાન ભરી શકશે અને લેન્ડ કરી શકશે. જેનાથી અમરેલી જી૬ત્સિલાના લોકોને રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સાથે સરળતાથી જોડાણમળી રહશે તથા લોકોના સમયનો બચાવ થશે અને સરકારશ્રીના રાજસ્વમાં પણ વધારો થશે. અત: અમરેલી એરપોટૅના એરસ્ટ્રીપની લંબાઈ વધારવા માટે સત્વરે સંબંધિત અધિકારીશ્રી પાસેથી દરખાસ્ત/સાધનિક કાગળો મંગાવી ઘટતીકાયૅવાહી કરવા અંગે સાંસદશ્રીએ રજૂઆત કરેલ હતી.

Related Posts