અમરેલી/કુંકાવાવ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી નવું ખેતીવાડીનું એક પણ કનેકશન આ ભાજપ સરકારે આપેલ નથી. : પરેશ ધાનાણી
છેલ્લા એક વર્ષમાં અમરેલી /કુકાવાવ તાલુકાના ૪૯ર ખેડુતોએ નવું ખેતીવાડી વીજકનેકશન માટે અરજી કરેલ તેંમાથી એકપણ ખેડુતોને આજદિન સુધી આ ભાજપ સરકારના પાપે ખેતીવાડી વીજજોડાણથી વંચિત રહયા છે, અને વીજ પુરવઠો ન હોવાથી ખેડુતોને ઉનાળું ખેતી પાકમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે, ખેડુતોના ખેતરમાં પાકને નુકશાન ન થાય તે માટે તાત્કાલીક ખેતીવાડી વીજકનેકશન આપવાની માંગ પરેશ ધાનાણીએ કરી છે.
ઉનાળું ખેતીના પાકો પણ સમયસર પૂરતું પાણી ન મળતા સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, છેલ્લા એક વર્ષથી અમરેલી/કુંકાવાવ તાલુકાના ખેડુતોને વીજ કનેકશન આપવાથી પાકને સમયસર પાણી ન મળતા, મગ,બાજરી,જુવાર, શાકભાજી જેવા ઉનાળુ પાકને કરમાવ લાગી ગયા છે.
અમરેલી/કુંકાવાવ તાલુકાના ખેડુતોને લાઈટ ન મળતી હોવાથી ખેડુતોને પશુધન માટે ભરવાનું પાણી તેમજ પીવાનું પાણી ન મળતા ખૂબ જ હાલાકો સામનો કરવો પડી રહયો છે, આથી તાત્કાલીક ખેતીવાડી કનેકશન છેલ્લા એક વર્ષથી આપેલ નથી, જે ૧પ દિવસમાં ખેતીવાડી વીજકનેકશન નહી આપવામાં આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ આપેલ છ
Recent Comments