અમરેલી ક્લેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો માટે ખાસ કેમ્પ યોજાયો
અમરેલી જિલ્લા ક્લેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સિવીલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૮ પ્રકારની દિવ્યાંગતા માટેના દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઇડી કાર્ડ ઇસ્યુ કાઢવામાં આવ્યા હતા. એક જ દિવસમા ૨૨૪ જેટલા દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં ઉપસ્થિત સૌ દિવ્યાંગજનોને કલેક્ટરશ્રીએ આવકારી આજે ઇસ્યુ કરવામાં આવેલા કાર્ડ અને પ્રમાણપત્રોની મદદથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેમ્પમાં હલન ચલન સાથેની અશક્તતા, બૌધ્ધિક અસમર્થતા, સાંભળવાની ક્ષતિ, માનસિક બિમાર, અંધત્વ, સેરેબલ પાલ્સી, ઓછી દ્રષ્ટી અને વાણી અને ભાષાની અશક્તતા જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પ્રમાણપત્રો અને યૂડીઆઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે આ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલની વિવિધ શાખાઓની મુલાકાત લઈ શાખાઓના અધિકારીઓ કમર્ચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તકે સિવિલ હોસ્પિટલના અધિકારી ડૉ. વાળા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી. એ. સૈયદ સહિતના સંલગ્ન વિભાગના અધિકારી કમર્ચારીઓ અને કેમ્પનો લાભ લેવા આવેલા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments