અમરેલી

અમરેલી ખાતે ડો. પ્રશાંત કોરાટ, કૌશિક વેકરીયા, મનિષ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ‘‘મન કી બાત”નું શ્રવણ કરતા યુવા અગ્રણીઓ

અમરેલી ખાતે ડો. પ્રશાંત કોરાટ, કૌશિક વેકરીયા, મનિષ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ‘‘મન કી બાત”નું શ્રવણ કરતા યુવા અગ્રણીઓ

અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના માર્ગદર્શન તળે અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા શશાંક મહાજન પાર્ટી પ્‍લોટ ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્‍થિતીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો મનકી બાત અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ઉપાઘ્‍યક્ષ અને મનીષભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્ચિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધી જલ્‍પેશભાઈ મોવલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન ચંદુભાઈ રામાણી, અમરેલી જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનીધી દિલીપભાઈ સાવલીયા, સૌરાષ્ટ યુનિર્વસિટીના સિન્‍ડિકેટ સભ્‍ય પાર્થિવભાઈ જોષી, અમર ડેરીના ડાયરેકટર રાજેશભાઈ માંગરોળીયા, રામભાઈ સાનેપરા, અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રભારીઓ દિવ્‍યેશભાઈ વેકરીયા, દિપકભાઈ વઘાસીયા, અમરેલી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ટાઉન પ્‍લાનિંગ ચેરમેન પિન્‍ટુભાઈ કુરુદલે, દંડક  ચિરાગ ચાવડા નગરપાલિકાના યુવા સદસ્‍યો હરીકાબરીયા, મનીષભાઈ ધરજીયા, દીપક બાંભરોલીયા, સની ડાબસરા, અલ્‍કાબેન ગોંડલીયા ચિરાગ ત્રિવેદી, સની ડાબસરા સહિત અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related Posts